તાપી જિલ્લા અભયમ ટીમ પુખ્ત વાયની મહિલાની છેડતીની માહિતી મળતા મહિલાની મદદે પહોંચી હતી. મળતી માહિતી અનુસાર તાપી જિલ્લાના વ્યારા તાલુકાના જંગલ વિસ્તાર માંથી એક 21 વર્ષ પુખ્ત વયની પરણિત મહિલાનો 181 મહીલા હેલ્પ લાઈન પર ફોન આવ્યો હતો અને ફોન કરનાર મહિલાએ જણાવ્યું હતું કે, તેના પડોશીમાં રહેતા પરણિત પુરૂષ દ્રારા તેમની છેડતી કરવામાં આવી છે. આ વાતની જાણ થતા જ તાપી અભયમ રેસ્ક્યુ ટીમ તાત્કાલિક ઘટના સ્થળે પહોચી છેડતી કરનાર પરણિત પુરુષને ઝડપી પડ્યો હતો. અભયમ રેસ્ક્યૂ ટીમ તાપી દ્વારા ઘટના સ્થળ પર પહોંચી બંને પક્ષની તમામ હકીકત જાણી અને આ રીતે મહિલાની છેડતી કરવી તે ગુનો બને તેનું ભાન કરાવ્યું હતું તેમજ તેના પરિવારને પણ છેડતીનો ગુનો એ કેટલો ગંભીર ગુનો છે તે વિશે કાયદાકીય માહિતી આપી હતી.
પરણિત પુરૂષ અને તેનાં પરિવારે માફી માગી હતી અને પીડિતા અને તેમના પરીવારને આગળની કોઇ કાર્યવાહી ન કરવા વિનંતી કરી હતી. અભયમ ટીમ દ્વારા ફરીથી આવી હરકત ન કરવા તાકીદ કરી લેખિત બાહેંદરી લેવામાં આવી હતી. પુરુષના પરિવાર દ્વારા તેણે પ્રથમ ભુલ કરી છે હવે પછી આવી કોઈ ભૂલ નહીં કરે તેની ખાત્રી આપી હતી. પુરુષ દ્વારા પણ પોતાની ભુલ કબૂલી હતી અને માફ કરવાં વિનતી કરી હતી. મહિલાના પિતા અને મહિલાએ પણ આગળ કોઈ કાર્યવાહી નથી કરવી તથા સુધરવાની એક તક આપતા પરણિત પુરૂષ અને તેનાં પરિવારને માફ કરવામાં આવ્યાં હતા. અભયમ દ્વારા પુરૂષ અને તેના પરિવારની બાહેધરી મેળવી હવે પછી આવી ગુનાહિત પ્રવૃત્તિઓ થી દૂર રહેવા તાકીદ કરવામા આવી હતી. પીડિતાને પોલીસ કાર્યવાહી વિશે પણ સમજણ આપી ફરી જરૂરત જણાય તો 181 હેલ્પલાઇન પર કોલ કરી મદદ મેળવવાં જણાવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application