ગુજરાતમાં દારૂની હેરાફેરી કરનારા મોટા બુટલેગરોની સંપત્તિ હવે ઈડી (એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ) ટાંચમાં લેશે.બુટલેગરો વિરુદ્ધમાં પીએમએલએ એટલે કે ધી પ્રીવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ મુજબ ગુનો નોંધીને સંપત્તિ જપ્ત કરવાની કાર્યવાહી કરાશે.રાજ્યના પોલીસ વડાએ આ મામલે ઈડીને પત્ર લખ્યો છે. સાથે જ રાજ્યના તમામ જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ વડાને આ નિર્ણયની જાણ કરતો પત્ર પાઠવવામાં આવ્યો છે.
રાજ્યના પોલીસ વડાએ લખેલા પત્રમાં જણાવાયું છે કે, જો 20 લાખ કે તેથી વધુની કિંમતનો દારૂ પકડાય તો તેવા કિસ્સાની તપાસ જિલ્લાઓમાં રેન્જ વડા જ્યારે શહેરમાં જોઈન્ટ પોલીસ કમિશનર સમકક્ષ અધિકારીની નિગરાનીમાં કરવાની રહે છે.આ પ્રકારના કેસમાં ઓર્ગેનાઈઝડ ક્રાઈમ લાગે તો પીએમએલએના કાયદાનો ઉપયોગ કરવાનો રહેશે તેવો આદેશ કરાયો છે.જિલ્લા પોલીસ વડા, શહેરોના પોલીસ કમિશનરો, રેન્જ વડાને કહેવાયું છે કે, દારૂ નો મોટો જથ્થો પકડાય ત્યારે આરોપી અને તેની ગેંગના બીજા બુટલેગરોના નામ એફઆઈઆર અને ચાર્જશીટમાં આવે તેની ખાસ તકેદારી રાખવાની રહેશે.દારૂ ના કેસમાં તોડબાજી અટકે અને કાર્યવાહી થાય તેને ધ્યાને રાખી આ નિર્ણય લેવાયો છે.દારૂ ની કમાણી માંથી ઊભી કરેલી સંપત્તિ બનાવી હોય તો કાયદા અંતર્ગત કામગીરી કરવાની રહેશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application