ઉત્તરાખંડના નૈનીતાલમાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. અહીં એક બસ ખીણમાં ખાબકી છે. સુત્રો પાસેથી મળતી માહિતી અનુસાર, બસમાં 30થી વધુ મુસાફરો સવાર હતા જયારે સૂચના મળતાં જ પોલીસ, NDRF, SDRF સહિતની ટીમ ઘટના સ્થળે પહોંચી કામગીરી ચાલી રહી છે. ખીણમાં ખાબકેલી બસ સ્કુલની હોવાનું અને તેમાં 30થી વધુ લોકો સવાર હોવાનું કહેવાઈ રહ્યું છે. કેટલાક લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. જ્યારે લાપતા લોકોની શોધખોળ ચાલી રહી છે.
આ ઘટના ખુબ જ ખતરનાક હોવાનું કહેવાઈ રહ્યું છે. આપત્તિ નિયંત્રણ ખંડ નૈનીતાલ દ્વારા SDRFને સૂચના અપાઈ છે કે, એક બસ કાલાઢૂંગી રોડ પર નાલનીમાં ખીણમાં ખાબકી છે, જેમાં 30થી 33 લોકો સવાર હોવાની આશંકા છે. સૂચના બાદ કમાન્ડન્ટ અધિકારી મણિકાંત મિશ્રાએ SDRFની ટીમ ઘટના સ્થળે મોકલી દીધી છે. મુસાફરો હિસ્સા, હરિયાણાથી નૈનીતાલ ફરવા આવ્યા હોવાનું સામે આવ્યું છે. SDRFની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને સ્થાનિક પોલીસ સાથે સંયુક્ત ઓપરેશન હાથ ધરી બચાવ કામગીરી પુરજોશમાં શરૂ કીર દીધી છે. બસમાં સવાર લોકોમાંથી 18 લોકોને ઈજાગ્રસ્ત હાલતમાં રેસ્ક્યુ કરી હોસ્પિટલ પહોંચાડાયા છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500