મહારાષ્ટ્રના તમામ કેદખાનાઓની કુલ સંખ્યા 24 હજાર છે.જોકે હાલમાં રાજ્યના કેદખાનાઓમાં લગભગ 42 હજાર કેદીઓ સજા ભોગવી રહ્યાં છે.નિર્ધારિત ક્ષમતા કરતાં 18 હજાર કેદીઓ વધુ છે.તેથી હાલમાં જેલની વ્યવસ્થા પર મોટું ભારણ આવી રહ્યું છે એવી જાણકારી જેલ પ્રશાસનના અધિક મહાનિર્દેશક અમિતાભ ગુપ્તાએ આપી હતી.તેમણે આ જાણકારી નાગપુરમાં એખ કાર્યક્રમમાં આપી હતી.
કેદીઓની સંખ્યા વધતી હોવાને કારણે જેલની વ્યવસ્થા પર વધી રહેલ ભારણ ઓછું કરવા માટે જે જિલ્લાઓમાં જેલ નથી ત્યાં નવી જેલ બનાવવાની તજવીજ હાથ ધરવામાં આવશે તેવી જાણકારી પણ અમિતાભ ગુપ્તાએ આપી હતી. અમિતાભ ગુપ્તા નાગપુરના પ્રવાસે આવ્યા હતા તે દરમીયાન તેમણે આ જાણકારી આપી હતી. પાલઘર અને અહમદનગરમાં નવી જેલ બનાવવાની તૈયારી ચાલી રહી છે. ઉપરાંત પુણેના યરવડા જેલમાં ત્રણ હજાર કેદીઓ માટે નવી જેલ બનાવવામાં આવી રહી છે એવી જાણકારી અમિતાભ ગુપ્તાએ આપી હતી.
રાજ્યની જેલમાં બંધ કેદીઓ માટે સુવિધાઓ વધારવામાં આવશે તેમ પણ અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું. તે માટે કાયદાકીય રીતે કેદીઓના જે હક છે તે તેમને મળી રહે એ વાત પર ખાસ ધ્યાન આપવામાં આવશે. કેદીઓનો તેમના પરિવારજનો સાથે મળવાનો સમય વધારવો, ફોનની સુવિધા આપવી, કેન્ટીનની સુવિધામાં સુધારા કરવા, ગરમ પાણી ઉપલબ્ધ કરાવવું જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમ અમિતાભ ગુપ્તાએ જણાવ્યું હતું.ગુપ્તાએ વધુમાં જણાવ્યું કે,કેદીઓનું નિયમિત કાઉન્સેલીંગ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે.જેમાં કેદીઓનું મન આધ્યાત્મ તરફ લઇ જવાના પ્રયત્નો પણ ચાલી રહ્યાં છે.તેના ઉપલક્ષમાં જ પંઢરપુરની વારી વખતે કેદીઓની ભજન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું.ઉપરાંત તેમનું મન અને શરીર સ્વસ્થ રહે તે માટે કેદીઓને નિયમિત યોગનું પ્રશિક્ષણ પણ આપાવમાં આવે છે.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500