Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

અપ્રમાણસર મિલકત ધરાવતા રાજયસેવકોની માહિતી આપનારને રૂ.૨.૫૦ લાખનું ઇનામ:એસીબી

  • May 02, 2018 

તાપીમીત્ર ન્યુઝ,વ્યારા:ભ્રષ્ટાચારીઓને ઝડપી પાડવા માટે એસીબી વિભાગે પ્રોત્સાહનરૂપે રૂપિયા ૨.૫૦ લાખ ઇનામ આપવાની જાહેરાત કરી છે.રાજ્યમાં અપ્રમાણસર મિલકતના કરવામાં આવતા કેશોમાં બાતમીદારને પ્રોત્સાહન રૂપે રૂ.૨.૫૦ લાખ સુધીના ઇનામ આપવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર લાંચ રુશ્વત બ્યુરો,અમદાવાદ દ્વારા રાજ્યમાં અપ્રમાણસર મિલકતના કરવામાં આવતા કેશોમાં બાતમીદારને પ્રોત્સાહનરૂપે રૂ.૨.૫૦ લાખ સુધીના ઇનામ આપવા અંગેની જોગવાઈ કરવામાં આવી છે.રાજ્ય સેવકો ભ્રષ્ટાચાર કરી અપ્રમાણસર મિલકત વસાવેલ તે અંગેની જાહેર જનતા દ્વારા કોઇપણ રાજ્ય સેવક(અધિકારી) વિરુધ્ધની અપ્રમાણસર મિલકત અંગેની માહિતી પૂરી પાડશે તો રાજ્ય સરકાર દ્વારા માહિતી પૂરી પાડનાર વ્યક્તિને પ્રોત્સાહન રૂપે રૂ.૨.૫૦ લાખનું ઇનામ આપવાની જોગવાઈ કરવામાં આવેલ છે.તેમજ જે માહિતી એસીબીના ટોલ ફ્રી નંબર ૧૦૬૪ તથા લાંચ રુશ્વત વિરોધી બ્યુરોના કચેરી,બ.નં.૧૭,ડફનાળા,શાહીબાગ,અમદાવાદ-રાજ્ય ગુજરાત ખાતે આવી નિયામકશ્રીને રૂબરૂમાં માહિતી આપી શકે છે.તેમજ અરજી દ્વારા પણ માહિતી એસીબી કચેરીને મોકલી શકે છે.તેમજ માહિતી પૂરી પાડનાર વ્યક્તિનું નામ ગુપ્ત રાખવામાં આવશે.તેમ એસીબી વિભાગ દ્વારા જણાવવામાં આવ્યું છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application