Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:સોનગઢ-ઉકાઈ વિસ્તાર માંથી ૫૬ મુસાફરો લઈને નીકળેલી બસને આંણદના તારાપુર-ધર્મજ હાઇવે પર અકસ્માત:એકનું મોત:૪૦ ને ઈજા:ચારની હાલત ગંભીર

  • May 02, 2018 

તાપીમિત્ર ન્યુઝ,આણંદ:બોટાદ ખાતે શિવ મંદિરમાં ડાયાબિટીસની દવાનો ઉકાળો પીને મુસાફરો સાથે સોનગઢ-ઉકાઈ વિસ્તાર માંથી ૫૬ જેટલા મુસાફરો લઈને ગયેલી ખાનગી લકઝરી બસ પરત ફરી રહી હતી તે દરમિયાન તારાપુર ધર્મજ હાઇવે ઉપર ગમખ્વાર અકસ્માત નડ્યો હતો.બનાવની જાણ ઈજાગ્રસ્તોના પરિવારજનોને થતા ગભરાટની સાથે ભાગદોડ મચી જવા પામી હતી. મળતી માહિતી અનુસાર તા.૧ મે નારોજ,તાપી જિલ્લાના સોનગઢ-ઉકાઈ ના ગ્રામ્ય વિસ્તાર માંથી બોટાદ ખાતે આવેલ શિવ મંદિરમાં ડાયાબિટીસની દવાનો ઉકાળો પીવડાવી આશરે ૫૬ જેટલા મુસાફરો લઈને પરત ફરી રહેલી બસ નંબર જીજે-૧૪-એક્સ-૪૬૩૯ ને તારાપુર ધર્મજ હાઇવે પર દંતાલી પાટિયા નજીક રસ્તા પરથી પસાર થતા એક આગળ દોડતા વાહનને ઓવરટેક કરવા જતા,અધૂરા રસ્તાને કારણે લકઝરી બસ એક બાજુ નમી પડી હતી.અને ગણતરીની ક્ષણોમાં રસ્તા પર બસ પલટી ખાઈ અડી પડી હતી.એકાએક થયેલા અકસ્માત વાળી બસમાં સવાર મુસાફરોની ચીસો સાંભળીને આજુબાજુ માંથી પસાર થતા વાહનચાલકોએ અને રાહદારીઓએ તમામ મુસાફરોને બચાવ કામગીરી શરુ કરી હતી.પલટી મારેલી બસ માંથી મુસાફરોને બાહર કાઢવા માટે લોકોએ પ્રયાસ કર્યા હતા પરંતુ અત્યંત ગભરાય ગયેલા મુસાફરોને બચાવ કામગરી દરમિયાન એક ૨૨ વર્ષની યુવતીનું મોત નીપજ્યું હતું.ઈજાગ્રસ્ત મુસાફરોની સંખ્યા વધુ હોવાથી ખાનગી વાહનો તેમજ ઈમરજન્સી સેવા ૧૦૮ પેટલાદ,સોજીત્રા અને આણંદની એમ્બ્યુલન્સ અને પેટલાદ ગ્રામ્ય પોલીસને બનાવ અંગે જાણ થતા ઘટના સ્થળ પર દોડી આવ્યા હતા.અને ઈજાગ્રસ્ત તમામ મુસાફરોને પેટલાદ સિવિલ હોસ્પિટલમાં મોકલવામાં આવ્યા હતા.હોસ્પિટલમાં સારવાર દરમિયાન ચાર જેટલા મુસાફરોની તબિયત વધુ લથડતા તેઓને તાત્કાલિક કરમસદ ખાતે હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે રીફર કરવામાં આવ્યા હતા.અત્રેઉલ્લેખ્નીય છેકે,પેટલાદ ધર્મજ હાઇવે માર્ગનું સિક્સ લેન કામ છેલ્લા ૪ વર્ષ ઉપરાંતથી ચાલી રહ્યું છે.પરંતુ તે અધૂરૂ જ છે રોડ સાઈડ પર કોન્ટ્રાકટરે અનેક સ્થળોએ સાઈડ કટ રાખ્યો હોવાથી અકસ્માત બનતા હોવાનું ચર્ચાઈ રહ્યું છે.બસને નડેલા અકસ્માત અને ઈજાગ્રસ્તોના ફોટા સોશિયલ મીડિયમાં વાયરલ થતા સોનગઢ-ઉકાઈ સહિતના વિસ્તારોના લોકોમાં ચર્ચાનો વિષય બન્યો હતો.બનાવને પગલે ઈજાગ્રસ્તોના પરિવારજનોમાં ગભરાટ ફેલાઈ જવા પામ્યો હતો.ઘટનાની સત્યતા જાણવા માટે અકસ્માતના ફોટા સોશિયલ મીડિયમાં ફરતા થયા હતા.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application