વડોદરાઃ શહેરનાં અટલાદરા વિસ્તારમાંથી તરછોડાયેલી એક માસૂમ બાળકી મળી આવી છે.આશરે ૧૪ મહિનાની આ બાળકીને કોઈ બિનવારસી હાલતમાં વેરાઈ માતાનાં મંદિર પાસે મુકીને જતું રહ્યું છે.એક થેલીમાં ચાદરની અંદર લપેટાયેલી હાલતમાં આ બાળકીને જોતા જ સ્થાનિક શાકભાજીનાં એક વેપારીએ પોલીસને જાણ કરી હતી.ત્યાર બાદ આ બાળકીને પોલીસને સોંપી દીધી છે.હવે ભાજપનાં વોર્ડ ૧૨નાં કાઉન્સિલર દક્ષાબેન પટેલ મંદિરનાં ઓટલા પરથી મળી આવેલી બાળકીની સાર સંભાળ લઈ રહ્યાં છે.તો માંજલપુર પોલીસે પણ સ્થાનિકોની મદદથી બાળકીનાં પરિવારજનોની શોધખોળ આદરી છે.આ માસૂમ બાળકીને એ પણ ખ્યાલ નથી કે તે પરિવારથી વિખુટી થઈ ગઈ છે.આ બાળકીને પોતાનાં માતા-પિતા કોણ છે તેનો પણ ખ્યાલ નથી કેમ કે તે બિલકુલ માસુમ છે.તે તો માત્ર પોતાની માસૂમિયતમાં જ મસ્ત છે.આ બાળકીને સૌ કોઈ વ્હાલ કરી રહ્યાં છે.આ સાથે બાળકી પણ ખીલખીલાટ રીતે હસી રહી છે જો કે હવે આ બાળકીનાં માતા-પિતા કોણ છે અને આ બાળકીને કોણ છોડીને ગયું તેને લઈ અનેક તર્ક-વિતર્ક સર્જાઇ રહ્યાં છે.જેથી હવે પોલીસ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application