સંદીપ પ્રજાપતિ દ્વારા વલસાડ-પારડી:વલસાડના મોગરાવાડી ખાતે આવેલ તળાવ પર ઉત્તર ભારતીય પરિવારજનોએ તેમના પરંપરાગત પર્વ છઠ પૂજીની શ્રદ્ધાંભેર ઉજવણી કરી હતી. અહીં હજારો ઉત્તર ભારતીય પરિવારો ધંધો રોજગાર અર્થે સ્થાયી થયા છે. જેઓ તેમની આગવી સાંસ્કૃતિક ઓળખ સમા છઠ પૂજા મહોત્સવની પરંપરાગત ઉજવણી કરતા હોય છે. છઠની સમી સાંજે મોગરાવાડી ખાતે પૂજાપા સાથે ઉભા રહી વ્રતધારી મહિલાઓએ આથમતા સૂર્યને અર્ઘ્ય આપી પતિ અને પરિવાર માટે સુખ શાંતિ અને સમૃધ્ધિની કામના શ્રધ્ધાભેર કરી હતી.જેના કારણે વલસાડ જિલ્લાના મોગરાવાડી વિસ્તારમાં આધ્યાત્મિકતાનો માહોલ સર્જાવા પામ્યો હતો. જોકે મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત હોવાથી શ્રધ્ધાલુઓને તકલીફ સર્જાઇ રહી હતી.અહીં ભારતીય પ્રજાપતિ કલ્યાણ સંઘ અને બિહાર કલ્યાણ સંઘ દ્વારા વિશેષ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં ખુબ મોટી સંખ્યામાં ઉત્તર ભારતીય પરિવારજનો સામેલ થયા હતા. આજ રીતે સાતમની વહેલી સવારે પણ ઉગતા સૂર્યની ઉપાસના કરી છઠ પૂજા વૃતનું પરિણીતાઓ સમાપન કરશે.સમગ્ર કાર્યક્રમ દરમિયાન સંઘના ઉપાધ્યક્ષ લાલચંદભાઈ પ્રજાપતિ (તલાસરી),બલદેવભાઈ પ્રજાપતિ-(મોગરાવાડી),રમાશંકરપ્રજાપતિ-(મોગરાવાડી) તેમજ પીયૂસકુમાર,સંદીપ પ્રજાપતિ, કૈલાશભાઈ પ્રજાપતિ સહિતના સહયોગીઓએ ખડે પગે સેવા પૂરી પાડી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application