તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:નવેમ્બર 2016 ના વર્ષ માં એલસીબી અને એસઓજી નો ચાર્જ સાંભળતા પીઆઈ સચિન પવાર ધનસેરા ચેક પોસ્ટ પર પ્રોહિબિશન અંગેની નાકાબંધી માં હતા ત્યારે બાતમી મળી હતી કે કનખડી ગામમાં પ્રવીણ ચીમન તડવી અને કરમસિંહ સુખલાલ વસાવા પોતાના ખેતર તથા ઘરમાં ગેરકાયદેસર ગાંજા ના છોડ વાવી વેપાર વેચાણ કરે છે જેથી પોલીસે ગત તારીખ 11-11-2016 ના રોજ રેડ કરતા એમની પાસે થી ઘરમાં સૂકો ગાંજો 2.80 કિલોગ્રામ તથા લીલા ગાંજો સાથે કુલ વજન 41.848 કિલોગ્રામ મળી આવેલ જેની કિંમત રૂપિયા 4,18,400/- ગણી કેશ કર્યો હતો ત્યારે આ કેશ રાજપીપળાની એડી.સેસન્સ કોર્ટ ના જજ એન આર જોશી સાહેબ ની કોર્ટ માં ચાલી જતા ફરિયાદી તરફ થી મુખ્ય જિલ્લા સરકારી વકીલ જીતેન્દ્રસિંહ ગોહિલ ની ધારદાર દલીલો અને પુરાવાઓ ને ધ્યાને રાખી કોર્ટે બંને આરોપીઓ માં પ્રવીણ ચીમન તડવી અને કરમસિંહ સુખલાલ વસાવાને પાંચ-પાંચ વર્ષ ની સજા અને દસ-દસ હજાર નો દંડ ભરવા માટેનો હુકમ કર્યો હતો.
high light-
ગત નવેમ્બર 2016 ના વર્ષ માં બાતમીના આધારે પ્રવીણ તડવી અને કરમસિંહ વસાવાને પીઆઈ સચિન પવારે ગાંજા સાથે ઝડપી કેશ કર્યાં બાદ સરકારી વકીલ જીતેન્દ્ર ગોહિલની દલીલો બાદ કોર્ટે બંને ને પાંચ પાંચ વર્ષની સજા અને દસ દસ હાજરનો દંડ ફટકારવા આવ્યો છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application