Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વિશ્વનો સૌથી મોટો ખનિજ તેલ નિકાસકાર દેશ ભારતમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરશે.

  • October 30, 2019 

રિયાધઃ સાઉદી અરબ 100 બિલિયન ડોલરનું ભારતમાં રોકાણ કરશે વિશ્વનો સૌથી મોટો ખનિજ તેલ નિકાસકાર દેશ ભારતમાં વિવિધ ક્ષેત્રોમાં 100 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગે છે.સાઉદી અરબ ભારતમાં પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ખાણકામ સહિતના અનેક ક્ષેત્રે ભારતમાં વિશાળ તકો શોધી રહ્યું છે.સાઉદીના રાજદૂત ડો સઉદ બિન-મોહમ્મદ અલ-સતિએ જણાવ્યું કે,સાઉદી અરબ માટે ભારત આકર્ષક રોકાણ માટેનો દેશ છે અને અમે ખનિજ તેલ,ગેસ અને ખાણ ક્ષેત્રે લાંબા ગાળાની ભાગીદારી પર નજર રાખી રહ્યા છીએ. સતિએ જણાવ્યું કે, "સાઉદી અરબ ભારતમાં ઊર્જા,રિફાઈનિંગ, પેટ્રોકેમિકલ્સ, ઈન્ફ્રાસ્ટ્રક્ચર, એગ્રીકલ્ચર,મિનરલ્સ અને માઈનિંગ ક્ષેત્રે 100 બિલિયન ડોલરનું રોકાણ કરવાનું વિચારી રહ્યું છે.સાઉદી આરબની સૌથી મોટી તેલ રિફાઈનરી અરામકો રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લી. સાથે વ્યૂહાત્મક ભાગીદારી અંગે વિચારી રહી છે.સાઉદી અરબ ભારતમાં ઉર્જા ક્ષેત્રે સૌથી મોટો ભાગીદાર દેશ છે. ભારતની 32 ટકા એલપીજી જરૂરિયાત અને 17 ટકા ખનિજ તેલની જરૂરિયાત સાઉદી અરબ પુરું કરી રહ્યું છે.રાજદૂતે વધુમાં જણાવ્યું કે,ભારત અને સાઉદી અરબે સંયુક્ત ભાગીદારી અને રોકાણ અંગેના 40થી વધુ ક્ષેત્રો શોધ્યા છે અને વર્તમાન 34 બિલિયન ડોલરનો દ્વિપક્ષીય ભાગીદારીને આગળ વધારવા તરફ આગળ વધી રહ્યા છીએ.જેમાં સંરક્ષણ ઉદ્યોગમાં દ્વિપક્ષીય સહયોગ,હવાઈ સેવાઓ અંગે કરાર ,અક્ષય ઊર્જા ક્ષેત્રે સહયોગ,મેડિકલ ઉત્પાદનોનું નિયમન ,માગમાં રહતી દવાઓ અને માદક પદાર્થોનું ઉત્પાદન, સાઉદી અરામકો ભારતમાં વિવિધ ક્ષેત્રે રોકાણ કરશે બંને દેશની વ્યૂહાત્મક સંસ્થાઓ વચ્ચે ભાગીદારી,રિટેલ આઉટલેટ્સ અંગે અલ જેરી અને ઈન્ડિયન ઓઈલ કોર્પોરેશન વચ્ચે કરાર, સ્ટોક એક્સચેન્જ અંગે કરાર,હજ સાથે જોડાયેલા સહયોગ અંગે કરાર અને રૂપે કાર્ડ અંગે કરાર થયા છે સાઉદીના રાજદૂતે વધુમાં જણાવ્યું કે, "સાઉદી રાજકુમાર મોહમ્મદ બિન સલમાનના 'વિઝન 2030'નો ફાયદો ભારત અને સાઉદી અરબ વચ્ચેની ભાગીદારીમાં પણ થશે. વિઝન 2030 અંતર્ગત સાઉદી અરબ તેના અર્થતંત્રનો બહોળો વિકાસ કરવા માગે છે અને વિશ્વના દેશોમાં રોકાણ કરીને આવકનાં નવાં સ્રોત ઉભા કરવા માગે છે." સઉદીના રાજદૂત અલ-સતિએ વધુમાં જણાવ્યું કે,"સાઉદી અરામકો વેસ્ટ કોસ્ટ રિફાઈનરીમાં ઉર્જા ક્ષેત્રે 44 બિલિયન ડોલરનું રોકાણ કરવા માગી રહી છે. આ ઉપરાંત મહારાષ્ટ્રમાં એક પેટ્રોકેમિકલ પ્રોજેક્ટ અને રિલાયન્સ સાથે લાંબા ગાળાની ભાગીદારી કરવા વિચારી રહી છે.તેનાથી બંને દેશના દ્વિપક્ષીય સંબંધો વધુ ગાઢ બનશે."


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application