તાપીમિત્ર ન્યૂઝ,વ્યારા:વ્યારા ખાતે આવેલ એપીએમસી માર્કેટમાં શાકભાજી સહિતનો પુરવઠો વેચાણ કરવા માટે આવતા ધરતીપુત્રોને પોષણક્ષમ ભાવ ન મળતા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઘર્ષણ થયું હતું જેમાં પોલીસની દરમિયાન ગિરીથી સમગ્ર મામલો શાંત પાડવા માટે પ્રયત્ન કરવામાં આવ્યા હતા.પરંતુ ખેડૂતોને પોષણક્ષમ ભાવ મુદ્દે ન્યાય નહિઁ મળતા એપીએમસી માર્કેટમાં મનસ્વી રીતે હરાજી ચલાવતા વેપારીઓના લાયસન્સ રદ કરી માર્કેટ માથી હાંકી કાઢવાની વિવિધ માંગણીઓ સાથે જિલ્લા ક્લેક્ટરને આદિવાસી યુવા ખેડૂત સંગઠન દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
વ્યારા એપીએમસી મુદ્દે ખેડુતોને ન્યાય અપાવવા માટે આદિવાસી યુવા ખેડૂત સંગઠન દ્વારા જિલ્લા ક્લેટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છે,એપીએમસી વ્યારા આદિવાસી વિસ્તારમાં આવેલ હોય અને મોટાભાગનાં આદિવાસી ખેડુતો ભિંડ-ગુવાર પકવીને વ્યારા શાકભાજી બજારમાં વેચવા માટે આવે છે ત્યારે વેપારીઓ દ્વારા પોષણક્ષમ ભાવો આપવામાં આવતા નથી તેના લીધે ખેડૂતોને આર્થિક નુકશાન ભોગવવાનો વારો આવી રહ્યો છે.હરાજીમાં અમુક વેપારીઓ પેનલ બનાવીને હરાજીમાં નીચા ભાવો પાડી રહ્યા છે તો તેવા વેપારીઓની નોંધ લઈ લાયસન્સ રદ કરવામાં આવે અને જે વેપારીઓ હરાજીમાં જતાં નથી અને કાંટો ચલાવી સીધા માલની ખરીદી કરે છે તેવા વેપારીઓ દ્વારા હરાજી ભાવ કરતાં 50 થી 100 રૂપિયાનો ભાવ ઓછો રાખી ખેડૂતોનું શોષણ કરનારા વેપારીઓના લાયસન્સની તાત્કાલિક ધોરણે તપાસ કરી કાંટા બંધ કરાવવામાં આવે અને કેટલાક કાંટા વાળા એવા છે જે માર્કેટયાર્ડને કમિશન ચૂકવતા નથી,જે એપીએમસીના મેણાંપીપણાં ભ્રષ્ટાચાર થતો દેખાય રહ્યો છે,શાકભાજીની હરાજી થતી હોય ત્યારે એપીએમસીના નિમેલા કર્મચારીઓ હાજર રહેતા નથી,જેના લીધે ખેડૂતોના માલનો ભાવ ઓછો પડે છે,તેમજ એપીએમસીની વ્યવસ્થાપક બોડીને બરખાસ્ત કરવામાં આવે અને જિલ્લા ક્લેક્ટર તરફથી દેખરેખ હેઠળ એક અધિકારીની નિમણૂક કરવાની માંગ સાથે જિલ્લા ક્લેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application