તાપીમિત્ર ન્યુઝ,વાલોડ:વાલોડના અંબાચ ગામે એક બે થી ત્રણ દિવસનું નવજાત શિશુ બાળક મળી આવ્યું હતું.આ બાળકને કોઈ બેપરવાહ માતા દ્વારા પોતાનું કુકર્મ છુપાવવા માટે તરછોડાયું હોવાની વાત ધ્યાને રાખી પોલીસે આગળની દિશામાં તપાસ હાથ ધરી અને ગણતરીના કલાકોમાં આ ગુથ્થીને સુલઝાવી માસૂમના દોષિતોને જેલભેગા કર્યા છે.
મળતી માહિતી અનુસાર વાલોડ તાલુકાના અંબાચ ગામે આવેલ વિશ્વવાણી ચર્ચના પગથીયા ઉપર એક માસુમ બાળકને ત્યજી દેવાની કરૂણ ઘટના ગત તારીખ ૨૯ એપ્રિલ ના રોજ વાલોડ પોલીસ ચોપડે નોંધાઈ હતી.પોલીસે તપાસ હાથ ધરી અને સોનગઢ તાલુકાના ગ્રામ્ય વિસ્તાર માંથી કુંવારી માતા અને પિતાને શોધી કાઢવામાં આવ્યા હતા.કુંવારી માતા અને તેના કુટુંબી ના સંબંધી વચ્ચે અનૈતિક સંબંધ બંધાતા બાળકનો જન્મ થયો.પરંતુ સમાજ માં બદનામ થવાની બીકે બાળકને અંબાચ ગામે આવેલ વિશ્વવાણી ચર્ચના ઓટલે તરછોડ્યું હતું એવું પ્રાથમિક તબક્કે પોલીસનું કહેવું છે.હાલ નવજાત શિશુના ગુન્હેગારોને જેલના સળિયા પાછળ ધકેલી દેવામાં આવ્યા છે.આગળની વધુ તપાસ વાલોડ પોલીસ દ્વારા હાથ ધરવામાં આવી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application