નવી દિલ્હીઃ ભારતીય જનતા પાર્ટી હરિયાણામાં જેજેપીના ટેકા સાથે સરકાર બનાવશે.હરિયાણામાં ભાજપ અને જેજેપી વચ્ચે ગઠબંધન બની ગયું છે. ભાજપ દ્વારા જેજેપીની માગણીઓનો સ્વીકાર કરાયો છે અને જેજેપીને નાયબ મુખ્યમંત્રી પદ ઉપરાતં બે રાજ્યમંત્રી પદ આપવાનો નિર્ણય લેવાયો છે. રાજ્યમાં ભાજપના મુખ્યમંત્રી બનશે. મુખ્યમંત્રી તરીકે મનોહર લાલ ખટ્ટરની પસંદગી ગુરૂવારે જ ભાજપની કારોબારીમાં કરવામાં આવી હતી. હવે આગામી પાંચ વર્ષ સુધી હરિયાણામાં ભાજપ-જેજેપી ગઠબંધનની સરકાર રહેશે. શનિવારે ગઠબંધનની તમામ પ્રક્રિયા પુરી કર્યા પછી રાજ્યપાલ સમક્ષ સરકાર રચવાનો દાવો કરવામાં આવશે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application