તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા સ્થિત APMC માર્કેટ યાર્ડ નો વિવાદ દિન પ્રતિદિન વકરતો જઈ રહ્યો છે.શાકભાજીના ભાવ મુદ્દે ખેડૂતો અને વેપારીઓ વચ્ચે થઇ રહેલા ઘર્ષણ કલેકટરના દરબારમાં આવેદનપત્રના સ્વરૂપે પહોંચ્યો હતો.જ્યાં આવેદનપત્ર આપનાર વેપારી મંડળે વેપારીઓની સુરક્ષાની માંગ કરી હતી.
તાપી જિલ્લાના વડા મથક વ્યારા ખાતે આવેલ APMC માર્કેટમાં ખેડૂતો અને વેપારીઓ વચ્ચે શાકભાજીના ભાવો ને લઈને ચકમક ચાલ્યા કરતી હતી.જેમાં રવિવાર નારોજ રોષે ભરાયેલા કેટલાક તોફાની તત્વોએ એપીએમસીમાં આવેલ વેપારીઓ ના સ્ટોલો પર તોડફોડ કરવાની સાથે આગચંપી કરી હતી.જેને પગલે વેપારીઓની સુરક્ષા ને લઈને ૫૦ થી વધુ વ્યારા સ્થિત APMC માર્કેટના વેપારીઓએ કલેકટર સહિત જિલ્લા રજીસ્ટ્રાર ને આવેદન સ્વરૂપે રજૂઆતો કરી હતી.જેમાં ખેડૂતો તથા અસામાજિક તત્વોને કાયદાકીય રીતે પગલા ભરવા,વેપારી ખુલ્લા રોડ પર બેસી વેપાર કરતા હોય,જેમાં રોકડ નાણા તથા માલ સામાન શાકભાજી વિગેરે હોવાથી એની સુરક્ષા આપવા બાબત,હરાજી સમયમાં પોલીસ પ્રોટેકશન આપવા,APMC ના જવાબદાર વ્યક્તિ હરાજી સમયમાં હાજર રહેવા સહિત વિવિધ માંગણીઓ વેપારીઓ દ્વારા કરવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application