Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા:ધારાશાસ્ત્રીની હત્યાના વિરોધ માં નર્મદા બાર એસોસિયેશન કામગીરી થી અળગું રહ્યું:રેલી કાઢી આવેદનપત્ર આપ્યું

  • April 30, 2018 

તાપીમિત્ર ન્યુઝ,રાજપીપલા:ગત તારીખ 28 એપ્રિલના રોજ જામનગર ખાતે જાણીતા ધારાશાસ્ત્રી કિરીટભાઈ જોષીની સિવિલ કેશ ની અદાવત રાખી હત્યા કરતા એના ઘેર પ્રત્યાઘાતો પડ્યા છે ત્યારે આખા ભારત દેશ માં આ ઘટનાને લોકો વખોડી રહ્યા હોય સાથે ઠેરઠેર દરેક જિલ્લા માં એના વિરોધમાં વકીલ મંડળો દ્વારા કાર્યક્રમો અપાય છે જેમાં નર્મદા જિલ્લા બાર એસોસિયેશન ના પ્રમુખ વંદનાબેન ભટ્ટ દ્વારા પણ તેમના મંડળ ના ૧૦૦ સભ્યો સાથે આ ઘટનાને વખોડી કાઢી કોર્ટ કામગીરી થી તમામ વકીલો અળગા રહ્યા હતા સાથે એક રેલી કાઢી કલેક્ટર ને આવેદનપત્ર આપી કોર્ટ કામગીરી થી સંપૂર્ણ રીતે અલિપ્ત રહ્યા હતા High light-આ બાબતે નર્મદા જિલ્લા વકીલ મંડળ ના મહિલા પ્રમુખ કુ.વંદનાબેન ભટ્ટે જણાવ્યું હતું કે,વારંવાર સમાજ માટે નવી રાહ ચીંધતા વકીલો પર ની હત્યા અને હુમલા જેવી બાબતને અમે વખોડીએ છીએ ત્યારે વકીલની હત્યા એ સમાજ માટે ચિંતા અને ચિંતન નો વિષય બની છે જેથી અમે આજે કોર્ટ કામગીરી થી અળગા રહી વિરોધ કર્યો હતો


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application