તાપીમિત્ર ન્યુઝ-નવસારી:નવસારી જિલ્લાના બીલીમોરામાં આઇટીઆઈ મા અભ્યાસ કરતી એક વિદ્યાર્થીની ને બાઈક રોમિયો ઘણા સમય થી આવતા જતા બાઈક પર બેસાડવા દબાણ કરતો હતો અને વિદ્યાર્થીની તેનો ઇન્કાર કરતી હતી પરંતુ રોમિયો રોજ તેના આવવા જવા ના સમયે રસ્તા મા રોકી હેરાન કરતો હતો આથી કંટાળી ને આ વાત તેણીએ તેના પિતા ને કરતા પિતા રોમિયો ના ઘરે તેને ઠપકો આપવા ગયા ત્યારે તેને પથ્થર મારી ભગાડી મુક્યા હતા ત્યાર બાદ બીજા દિવસે તેણે વિદ્યાર્થીનીને હેરાન કરવાનું શરૂ કરતા હેબતાઈ ગયેલ પરિવારે આગળ શુ કરવું ? તે ના સમજતા 181અભયમ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કર્યો હતો.અભયમ નવસારી ટીમે છટકું ગોઠવી રોમિયોને પકડી પડ્યો અને પોલીસ સ્ટેશન લઈ જવા તજવીજ હાથ ધરતા ગામ ના લોકો ભેગા થઈ ગયા હતા જેમાંથી કેટલાક આગેવાનો એ જણાવેલ કે આ તેની પહેલી ભૂલ છે અને હવે પછી આ ભૂલ નહીં કરે તે અમે તેને સમજાવીએ છીએ, ગામ આગેવાનોએ રોમિયો તથા તેના પરિવાર ને ઠપકો આપ્યો હતો અને ફરી થી આવી ભૂલ નહીં કરે, યુવક ને પણ પોતાની ભૂલ સમજાઈ ગઈ હતી અને આ ભૂલ બદલ લેખિત મા માફી માંગી હતી અને કોઈ પણ દિવસ વિદ્યાર્થીની ને હેરાન નહીં કરું તેની ખત્રી આપી હતી અભયમ ઘ્વારા તેને કડક શબ્દોમાં સૂચના આપવામાં આવી હતી. વિદ્યાર્થીની ના પિતા એ પણ જણાવેલ કે,ગામના આગેવાનો એ ખત્રી આપી છે તેથી આગળ કોઈ કાર્યવાહી કરવી નથી મદદ કરવા બદલ 181 અભયમ ટીમ નો આભાર માન્યો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application