Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:લકઝરીયસ કાર લઇને રેડ કરવા માટે ગયેલ પોલીસ જવાનો ઉપર હુમલો !! મોડી રાત્રેની ઘટના

  • April 30, 2018 

તાપીમિત્ર ન્યુઝ,સોનગઢ:વિદેશી દારૂના સ્થળે લકઝરીયસ કાર લઇને રેડ કરવા ગયેલા પોલીસ જવાનો ઉપર મોડી રાત્રે કેટલાક લોકોએ હુમલો કર્યો હોવાની ઘટના પ્રકાશમાં આવી છે.હુમલાખોરોએ લકઝરીયસ કારના ભુક્કા બોલાવી દીધા હતા.બનાવ અંગે સોનગઢ પોલીસ દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. મળતી માહિતી અનુસાર તાપી જિલ્લામાં દારૂનો ધંધો કરવા માટે માથાભારે બુટલેગરોને પીઠબળ પૂરું પાડતી સ્થાનિક પોલીસના કેટલાક જવાનો લકઝરીયસ કાર લઇને મોડી રાત્રે વિદેશી દારૂના સ્થળે રેડ કરવા માટે ગઈ હતી.જેમાં કેટલાક બુટલેગર અને પોલીસ જવાનો વચ્ચે ઝપાઝપી પણ થઈ હોવાનું સ્થાનિક સુત્રો દ્વારા જાણવા મળ્યું છે.વધુમાં,રેડ કરવાના સ્થળ પરથી મોટી માત્રામાં વિદેશી પોલીસ જવાનોને મળી આવ્યો હતો લકઝરીયસ કારમાં જયારે દારૂની પેટીઓ ભરવામાં આવી રહી હતી ત્યારે લોકલ બુટલેગર અને પોલીસ જવાનો વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા બુટલેગરોએ અન્ય માણસોને બોલાવી લકઝરીયસના ભુક્કા બોલાવી દીધા હતા અને કેટલાક પોલીસ જવાનોને ઈજાઓ પણ પહોંચી હતી.આ સમગ્ર બાબતે તાપીમિત્ર સાપ્તાહિક અખબારે સોનગઢ પોલીસને પૂછતા તેમણે જણાવ્યું હતું કે,તા. ૩૦મી એપ્રિલ નારોજ રાત્રે ૧:૧૫ કલાકના અરસામાં પોલીસ કોન્સ્ટેબલ અનીલભાઈ રામચંદ્ર પાખરે નાઈટ રાઉન્ડમાં હતા તે દરમિયાન બાતમી મળી હતી કે,સોનગઢ તાલુકાના ટોકરવા ગામે વિદેશી દારૂનું વેચાણ ચાલે છે.જેથી પોકો,અનીલભાઈ પાખરે ખાનગી વાહન હુન્ડાઈ વેરના કાર નંબર GJ-16-BB-9212  ને લઇને GRD ના માણસો (૧)શરદભાઈ પુંડલીકભાઈ (૨)જગનભાઈ તારીયાભાઈ નાઓએ સાથે રાખી ટોકરવા ગામે રેડ કરવા માટે ગયા હતા.તે સમય દરમિયાન ટોકરવા ગામના ઘાટ ફળીયામાં કેટલાક માથાભારે માણસો ભેટી ગયા હતા.અને પોલીસ કોન્સ્ટેબલને કહેલ કે,તમે શા માટે અહીં આવેલ છો ? અને કોને પૂછીને તપાસ કરો છો ? અહીં લગ્ન પ્રસંગ છે.તેમ કહી પોલીસ જવાનો રેડ કરવા માટે લઈ ગયેલા લકઝરીયસ કારને પથ્થરો તથા લાકડાના સપાટા મારી કારના કાચ તથા ડીકીને તોડી નાંખી હતી.બનાવ અંગે પોકો,અનીલભાઈ પાખરેએ સોનગઢ પોલીસ મથકે ફરિયાદ કરી હતી જેમની ફરિયાદને આધારે પોલીસે ફરજમાં રૂકાવટ અને કારને આશરે ૨ લાખ રૂપિયા જેટલાનું નુકશાન કર્યું હોવાની ફરિયાદ (૧)ચીમન ગામીત રહે,ટોકરવા-સોનગઢ (૨)વેકરીયા ગામીત રહે,નાનીભૂરવણ-સોનગઢ અને અન્ય બે ઈસમો સહિત કુલ ચાર જેટલા હુમલાખોરો વિરૂધ્ધ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ PSI વાય.બી.પટેલ કરી રહ્યા છે.અત્રેઉલ્લેખ્નીય છેકે,પોલીસ દ્વારા આપવામાં આવેલ વિગતો અનુસાર હુમલાખોરો દ્વારા કરવામાં આવેલ હુમલામાં માત્ર લકઝરીયસ કારને નુકશાન પહોંચાડવામાં આવ્યું છે જયારે દારૂ સ્થળે રેડ કરવા માટે ગયેલા ત્રણ જેટલા પોલીસ જવાનોનો વાળ સુધ્ધાં વાંકો વળ્યો નથી.તે વાત ગળે ઉતરે તેમ નથી ત્યારે આ સમગ્ર બાબતે ઉચ્ચકક્ષાએ તટસ્થ તપાસ હાથ ધરવામાં આવે અને દોષિતોને કડકમાં કડક સજા આપવામાં આવે તે જરૂરી બન્યું છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application