બાંગ્લાદેશ:બાંગ્લાદેશના જોયપુરહાટમાં એક પતિએ નાશ્તામાં વાળ મળતાં ગુસ્સામાં આવી જબરજસ્તી પત્નીનું માથું મૂંડાવી દીધું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સ્થાનિક લોકોએ આ અંગે પોલીસને જાણ કરતા પોલીસે આ વ્યક્તિની ધરપકડ કરી હતી. સ્થાનિક પોલીસ અધિકારી શહરયાર ખાને જણાવ્યું કે,૩૫ વર્ષનો બબલૂ મોંડલ નાસ્તો કરવા બેઠો હતો તેની પત્નીએ બનાવેલ દૂધ અને ભાતમાં એક વાળ મળ્યો હતો ખાવામાં વાળ જોઇ તે ગુસ્સાથી લાલચોળ થઈ ગયો અને આ માટે ૨૩ વર્ષિય પત્નીને જવાબદાર ઠેરવી તેની સાથે મારપીટ કરી હતી. બાદમાં જબરજસ્તી રેઝરથી પત્નીના બધા જ વાળ કાપી નાખ્યા અને ટકલું કરી નાખ્યું હતું. શાહરયાર ખાને જણાવ્યું કે,પત્ની સાથે આ પ્રકારના અપરાધ કરનાર દોષી બબલુંને આ ગુના બદલ વધુમાં ૧૪ વર્ષની જેલ થઈ શકે છે.તેની સામે તેની પોતાની પત્ની પર રેપનો પણ આરોપ છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application