નવી દિલ્હીઃકોલ ટર્મિનેશન ચાર્જ સાથે જોડાયેલા નિયમોની અનિશ્ચિતતાને કારણે ઉદ્યોગપતિ મુકેશ અંબાણીની ટેલિકોમ કંપની રિલાયન્સ જીયોએ બુધવારે જાહેરાત કરી છે કે,તે ગ્રાહકો પાસે કોલિંગના પૈસા લેશે. જીયો યૂઝર્સ પાસે જિયો સિવાય બાકી નેટવર્ક પર કરનારા વોયસ કોલ માટે 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ કરવામાં આવશે.પરંતુ તેને બરાબર મૂલ્યનો ફ્રી ડેટા આપીને જીયો તેને બેલેન્સ કરશે.જીયોએ એક નિવેદનમાં કહ્યું કે,જ્યાં સુધી ટેલિકોમ ઓપરેટરોએ પોતાના યૂઝરો દ્વારા અન્ય ઓપરેટરોના નેટવર્ક પર કરવામાં આવેલા મોબાઇલ ફોન કોલ માટે પેમેન્ટ કરવાની જરૂરીયાત પડી રહી છે,ત્યાં સુધી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લાગુ રહેશે.આ ચાર્જ જીયો યૂઝર દ્વારા જીયો નંબર પર કરવામાં આવેલા કોલ અને વોટ્સએપ, ફેસટાઇમ કે અન્ય પ્લેટફોર્મનો ઉપયોગ કરીને કરવામાં આવેલા ફોન અને લેન્ડલાઇન કોલ પર લાગૂ થશે નહીં.2017મા ટેલિકોમ રેગ્યુલેટર ઓથોરિટી ટ્રાઈએ ઇન્ટરકનેક્ટ યૂઝર્સ ચાર્જ (IUC)ને 14 પૈસાથી 6 પૈસા પ્રતિ મિનિટ સુધી ઘટાડી દીધું હતું અને કહ્યું હતું કે,તેને જાન્યુઆરી 2020 સુધી ખતમ કરી દેવામાં આવશે.હવે ટ્રાઈએ રિવ્યૂ માટે એક કન્સલ્ટેશન પેરર મંગાવ્યું છે કે શું આ ટાઇમલાઇનને વધારવાની જરૂર છે. કારણ કે જીયો નેટવર્ક પર વોઇસ કોલ ફ્રી છે, તેથી કંપનીએ ભારતી એરટેલ અને વોડાફોન આઈડિયા જેવા ઓપરેટરોને કરવામાં આવેલા કોલ્સ માટે 13500 કરોડ રૂપિયાની ચુકવણી કરવી પડી છે.ટ્રાઈના આ પગલાથી થયેલા નુકસાનની ભરપાઈ કરવા માટે જીયોએ પોતાના રાઇવલ નેટવર્ક પર દરેક કોલ્સ માટે ગ્રાહકો પાસેથી 6 પૈસા પ્રતિ મિનિટ ચાર્જ લેવાનું નક્કી કર્યું છે.આ પ્રથમવાર થશે જ્યારે જીયો યૂઝરો વોયસ કોલ માટે ચુકવણી કરશે.અત્યાર સુધી જીયો માત્ર ડેટા માટે ચાર્જ લેતું હતું.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application