સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વલસાડ-પારડી:મહિલાઓની સુરક્ષા અને સલામતી માટે ગુજરાત સરકાર દ્વારા ૧૮૧ અભયમ હેલ્પલાઇન સેવા કાર્યરત છે.૧૮૧ ટોલ ફ્રી નંબર છે,જે ૨૪ કલાક કાર્યરત રહે છે.દરેક મહિલાએ સલામતી માટે પોતાના ફોનમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇન એપ ઇન્સ્ટોલેશન કરવા ઉપરાંત ઇન્ટરનેટ ચાલુ રાખવું જોઇએ,જેના થકી મહિલાઓ છેડછાડ કે કોઇજાતનો ખતરો અનુભવે ત્યારે ૧૮૧ પર ત્વરિતપણે હેલ્પ લઇ શકે છે.નવરાત્રિ દરમિયાન અજાણી વ્યકિતને તમારો ફોટો ન પાડવા દેવા,અજાણી વ્યકિત કે ગ્રૂપ સાથે ગરબા ન રમવા જોઇએ.ગરબામાં જાઓ ત્યારે ઘરની કોઇ એક વ્યકિતને અચૂક સાથે લઇને જવા અને ગરબા બાદ પ્રાઇવેટ વ્હિકલ કે કેબનો ઉપયોગ કરવાને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઇએ.નવરાત્રિના સ્થળો ઉપર મહિલા પોલીસ ટ્રેડિશનલ કે સાદા ડ્રેસમાં ફરતા રહી દરેક સ્થળોએ બાજ નજર રાખે છે,તેમ છતાં દરેક મહિલાને પોતાની સુરક્ષા માટે હંમેશા સતર્ક રહેવા અને મુશ્કેલીના સમયે ૧૮૧ અભયમ હેલ્પલાઇનનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે.
high light-નવરાત્રિ દરમિયાન અજાણી વ્યકિતને તમારો ફોટો ન પાડવા દેવા,અજાણી વ્યકિત કે ગ્રૂપ સાથે ગરબા ન રમવા જોઇએ.
high light-ગરબામાં જાઓ ત્યારે ઘરની કોઇ એક વ્યકિતને અચૂક સાથે લઇને જવા અને ગરબા બાદ પ્રાઇવેટ વ્હિકલ કે કેબનો ઉપયોગ કરવાને બદલે પબ્લિક ટ્રાન્સપોર્ટનો ઉપયોગ કરવો જોઇએ.
high light-દરેક મહિલાએ સલામતી માટે પોતાના ફોનમાં ૧૮૧ અભયમ હેલ્પલાઇન એપ ઇન્સ્ટોલેશન કરવા ઉપરાંત ઇન્ટરનેટ ચાલુ રાખવું જોઇએ,જેના થકી મહિલાઓ છેડછાડ કે કોઇજાતનો ખતરો અનુભવે ત્યારે ૧૮૧ પર ત્વરિતપણે હેલ્પ લઇ શકે છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application