Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી જિલ્લામાં ચર્ચાનો વિષય બન્યો છે આ કદાવરરૂપ ધરાવતો જાફરાબાદી પાડો..

  • April 30, 2018 

તાપીમિત્ર ન્યુઝ,ડોલવણ:ડોલવણ તાલુકાના કલકવા ગામના એક પશુપાલકે ૧૦૬૦ કિલો વજન ધરાવતો, પોણા દસ ફૂટ લંબાઈ અને પોણાં છ ફૂટ ઊંચાઈ ધરાવતો જાફરાબદી પાડાનો ઉછેર કર્યો છે.માત્ર સાડા ત્રણ વર્ષની ઉમર ધરાવતો  આ કદાવર પાડો  એક માસમાં હાલ ૪૦ થી ૪૫ વખત બીજદાન કરે છે.કદાવર  રૂપ ધરાવતો આ જાફરાબાદી પાડો જિલ્લામાં લગભગ પ્રથમ હોવાનું પશુ ચિકિત્સક નું  માનવું છે.પરંતુ જો આ પશુપાલક ને સરકાર દ્વારા પ્રોત્સાહન મળે તો અન્ય પશૂપાલકોમાં પણ આ ક્ષેત્રે કંઈક અલગ કરવાનો ઉત્સાહ વધે તેમ છે. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના કલકવા જેવા નાનકડા ગામે રહેતા જયપ્રકાશભાઈ વર્ષો થી ખેતી અને પશુપાલન ના વ્યવસાય સાથે જોડાયેલા છે.પરંતુ ખેતી કરતા પશુપાલન ક્ષેત્રે તેમને વિશેષ રુચિ હોવાને લઈને તેમણે પશુ પાલન ને મુખ્ય વ્યવસાય તરીકે અપનાવ્યો છે.તેમને ત્યાં ૧૨ થી વધુ ભેંસો છે અને ઉચ્ચ ગુણવત્તાનો જાફરાબાદી પાડો.જે અહીના લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યું છે.જાફરબાદી પાડા થકી તેઓ મહિને દહાડે સારીએવી આવક મેળવી રહ્યા છે તેમને ત્યાં રહેલ પાડો જિલ્લાવાસીઓ અને પશુપાલકો માટે આકર્ષણ નું કેન્દ્ર બન્યો છે તે એક માસ ની અંદર ૪૦ થી ૪૫ વખત હાલ કુદરતી બીજદાન કરે છે અને તેની ઓલાદ પણ તેના જેવી કદાવર અને ગુણવત્તાયુક્ત આવે છે તેવું પશુ પાલકનું જયપ્રકાસભાઈનું કહેવું છે. ગુજરાતભરમાં જુજ જોવા મળતા આવા કદાવર જાફરાબાદી જાતના પાડા તાપી જિલ્લામાં લગભગ એક માત્ર છે.આ કદાવર જાનવરને ખોરાકમાં કેલ્શિયમ અને પ્રોટીન યોગ્ય માત્રામાં પીરસાઈ છે પરંતુ જોઈએ એવી તેના બીજદાન માંગ જિલ્લામાં નથી જેને લઇ તેના પાલક બીજદાન ની માંગ આધારે હાલ ખોરાક આપી રહ્યા છે.તાપી જિલ્લામાં કુત્રિમ રીતે બીજદાન પર પશુપાલકો વધુ નિર્ભર છે.પરંતુ જો આવી સારી ઓલાદો પાસે બકુદર્તી બીજદાન કરાવાય તો તેથી જન્મતુ ઓલાદ ચોક્કસ ગુણવત્તાસભર હોય તેવું પશુપાલકોનું પણ માનવું છે.તાપી જિલ્લાના આ પ્રકારનો કદાવર પાડો લગભગ પ્રથમ હોય તેવું હાલના તબક્કે અને પશુ અધિકારીઓની વાતો પરથી લાગી રહ્યું છે સાથે ગુજરાતમાં પણ આ પ્રકારની ઓલાદ જુજ જોવા મળે છે જો સરકાર દ્વારા આવા પશુપાલકોને વિશેષ અવસર આપવામાં આવે તો પશુ પાલન ના વ્યવસાયને વધુ વેગ મળે સાથે પશુપાલકોનું જીવન ધોરણ પણ ચોક્કસ ઊંચું આવી શકે સાથે પશુપાલન ના ઉદ્યોગને વધુ વેગ મળે તેમ છે.   High light-આસપાસના વિસ્તારો બનતી ઘટના અંગે,મહત્વના દરેક સમાચાર જાણવા માટે Google play store પરથી tapimitra એપ ડાઉનલોડ કરી શકો છો અથવા www.tapimitra.com જોઈ શકો છો...


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application