મનિષા એસ. સુર્યવંશી/તાપી : તાપી જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિને રોકવા માટે તાપી જિલ્લાનાં તાલુકાઓનાં પોલીસ સ્ટાફનાં માણસો સતત કાર્યરત હોય છે, જયારે છેલ્લાં કેટલાક સમયથી જુગાર રમતા કેટલાક જુગારીઓને પોલીસ ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી પણ હાથ ધરી છે. મળતી માહિતી મુજબ, તાપી જિલ્લાનાં ડોલવણ, સોનગઢ અને ઉચ્છલમાંથી પોલીસે જુગાર રમતા 22 લોકોને ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગાર ધારાની કલમ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.
જયારે પહેલા બનાવમાં ડોલવણ પોલીસે શનિવારનાં રોજ ડોલવણ તાલુકાનાં કરંજખેડ ગામનાં બજાર ફળિયામાં આંગણવાડીની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાં જાહેરમાં જુગાર રમતા ત્રણ જુગારીને ઝડપી પાડી તેમની અંગઝડતી તથા દાવ ઉપરનાં અને જુગારનાં સાધનો કબ્જે કરી કાર્યવાહી હાથ ધરી હતી, જયારે બે જુગારીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા હતા. જયારે બીજા બનાવમાં શનિવારનાં રોજ સોનગઢ પોલીસે સોનારપાડા ગામે નેશનલ હાઈવે-53 ઉપર આવેલ આશા રામજી સ્ટોન કવોરીનાં જૂની ઓફીસનાં મકાનમાંથી ગંજી પાનાનો જુગાર રમતા છ જુગારીઓને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
ત્યારબાદ પોલીસે સ્થળ ઉપરથી રોકડ રૂપિયા 10,200/- તથા અંગ ઝડપીનાં 95,800/- અને 6 નંગ મોબાઈલ તેમજ જુગાર રમવાના સાધનો મળી કુલ રૂપિયા 2,33,500/-નો મુદ્દમાલ કબ્જે કર્યો હતો. ત્રીજા બનાવમાં ઉચ્છલ પોલીસે રવિવારનાં રોજ બપોરનાં સમયે ઉચ્છલનાં જામણે ગામમાં રહેતા ગોવિંદભાઈ નુર્યાભાઈ ગામીત નાઓનાં મકાનની બાજુમાં આવેલ ખુલ્લી જગ્યામાંથી જુગાર રમતા સાત જુગારીઓને ઝડપી પાડ્યા હતા અને તેમના પાસેથી રોકડ રૂપિયા અને 5 નંગ મોબાઈલ મળી કુલ રૂપિયા 15,970/-નો મુદ્દામાલ કબ્જે કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી, જયારે એકને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો.
કરંજખેડ ગામે જુગાર રમતા ઝડપાયેલ ત્રણ જુગારીઓ અને બે વોન્ટેડ...
1.સુરજ દિવાળુભાઈ ભીલ (રહે. કરંજખેડ ગામ, બજાર ફળિયું, ડોલવણ),
2.રામચંદ દેવરામભાઈ ભીલ (રહે. કરંજખેડ ગામ, બજાર ફળિયું, ડોલવણ),
3.જગદીશ ચંદુભાઈ ભીલ (રહે. કરંજખેડ ગામ, બજાર ફળિયું, ડોલવણ),
4.વોન્ટેડ રણજીતભાઈ મોતીભાઈ ભીલ (રહે. કરંજખેડ ગામ, બજાર ફળિયું, ડોલવણ) અને
5.વોન્ટેડ સરસ રામુભાઈ ભીલ (રહે. કરંજખેડ ગામ, બજાર ફળિયું, ડોલવણ).
સોનારપાડા ગામે જુગાર રમતા ઝડપાયેલ છ જુગારીઓ...
1.પરેશ ઉર્ફે પીંટુ કૈલાશભાઈ અગ્રવાલ (રહે.સંસ્કૃતિ સોસાયટી, રીધમ હોસ્પિટલની પાછળની પાસે, વ્યારા),
2.સંદીપ ચીગરીયાભાઈ ગામીત (રહે.જામખડી ગામ, નિશાળ ફળિયું, સોનગઢ),
3.અયુબ ડોક્ટરભાઈ ગામીત (રહે.સોનારપાડા ગામ, મોગરી ફળિયું, સોનગઢ),
4.રાહુલ કૈલાશભાઈ અગ્રવાલ (રહે.સંસ્કૃતિ સોસાયટી, રીધમ હોસ્પિટલની પાછળની પાસે, વ્યારા),
5.અભિષેક ઉર્ફે મુન્નો રામસીંગભાઈ ઉપાધ્યાય (રહે.રાણીઆંબા ગામ, બજાર ફળિયું, સોનગઢ) અને
6.લક્ષ્મણ પોપટભાઈ ભરવાડ (રહે.જમાદાર ફળિયું, રામદેવ મંદિર પાછળ, સોનગઢ).
ઉચ્છલમાંથી જુગાર રમતા ઝડપાયેલ સાત જુગારીઓ, એક વોન્ટેડ...
1.રૂપસિંગ મીર્યાભાઈ ગામીત (રહે.જામણે ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ),
2.દિલેશ છાપાભાઈ ગામીત (રહે.જામણે ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ),
3.હરીશ દરજીભાઈ ગામીત (રહે.જામણે ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ),
4.સુભાષ નાહકિયાભાઈ ગામીત (રહે.જામણે ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ),
5.રાકેશ જીણાભાઈ ગામીત (રહે.થુટી ગામ, નીચલું ફળિયું, ઉચ્છલ),
6.મુકેશ સુકાભાઈ ગામીત (રહે.મીરકોટ ગામ, કરંજખડી ફળિયું, ઉચ્છલ),
7.રવીન્દ્ર બાબુભાઈ ગામીત (રહે.મીરકોટ ગામ, કરંજખડી ફળિયું, ઉચ્છલ) અને
8.વોન્ટેડ યોહાનભાઈ રૂપસિંગભાઈ ગામીત (રહે.જામણીયા ગામ, નિશાળ ફળિયું, ઉચ્છલ).
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500