Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ભારતનું દેવું આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને 88.18 લાખ કરોડ થયું:કોંગ્રેસનો પ્રહાર

  • September 29, 2019 

નવી દિલ્હી:કોંગ્રેસે મીડિયામાં પ્રસિદ્ધ થયેલ અહેવાલોને ટાંકીને કહ્યું કે,દેશનું કુલ દેવું વધીને 88.18 લાખ કરોડ થયું છે પરંતુ પ્રધાનમંત્રી મોદી કહે છે,કે 'ભારતમાં બધુ ઠીક છે.પાર્ટીના પ્રવક્તા સુપ્રિયા શ્રીનેતે  આરોપ લગાવ્યો હતો કે સરકાર સામાન્ય લોકોને રાહત આપવાને બદલે કોર્પોરેટ જગતને રાહત આપી રહી છે.તેમણે પત્રકારોને જણાવ્યું કે, "ભારતમાં બધું સારું છે એમ કહેવાથી બધું સારું નથી થઇ જતું" સુપ્રિયાએ કહ્યું,'ભારતનું દેવું આ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં વધીને 88.18 લાખ કરોડ થયું છે.આ પહેલા પ્રથમ ત્રિમાસિક ગાળા કરતા લગભગ ચાર ટકા વધારે છે.જે ચિંતાનો વિષય છે.તેમણે કહ્યું, 'ફ્રાન્સની એક મહારાણીએ કહ્યું કે,બ્રેડને બદલે કેક ખાવા.લાગે છે કે આ સરકાર પણ આ માર્ગે ચાલે છે.તેમને સ્થાનિક વાસ્તવિકતાનો ખ્યાલ નથી.સામાન્ય લોકો પાસે પૈસા નથી અને તેઓ કોર્પોરેટ ટેક્સ ઘટાડી રહ્યા છે.કોંગ્રેસના પ્રવક્તાએ દાવો કર્યો હતો કે "કોર્પોરેટ્સ તેમના ખાતા નક્કી કરશે અને રોકાણ કરશે નહીં." સરકાર જે પગલાં લઈ રહી છે તેનાથી દેવાના દરમાં વધારો થશે.આ સરકાર ખૂબ જ ટૂંકા ગાળાના વિચાર સાથે કામ કરી રહી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application