Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

આર્ટિકલ 370 અને 35Aને હટાવવા સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી માટે બંધારણ પીઠની રચના કરાઈ

  • September 29, 2019 

નવી દિલ્હી:જમ્મૂ કાશ્મીર માંથી બંધારણના અનુચ્છેદ 370 અને 35Aને હટાવવા સાથે જોડાયેલી અરજીઓ પર સુનાવણી માટે સુપ્રીમ કોર્ટે બંધારણ પીઠનું ગઠન કર્યું છે.આ પીઠ અનુચ્છેદ 370 હટાવવાની જોગવાઇઓ અને પ્રક્રિયાને પડકારતી અરજીઓ પર સુનાવણી કરશે.જસ્ટિસ એન.વી. રમણાની અધ્યક્ષતા વાલી પાંચ જજોની પીઠમાં જસ્ટિસ સંજય કિશન કૌલ,જસ્ટિસ સુભાષ રેડ્ડી,જસ્ટિસ બી.આર.ગવઇ અને જસ્ટિસ સૂર્યકાંત હશે.બેચ એક ઓક્ટોબરથી જમ્મૂ કાશ્મીરના વહીવટીય બદલાવને પડકારતી અગલ-અલગ અરજીઓ પર સુનાવણી કરશે.એક ઓક્ટોબરથી સુપ્રીમ કોર્ટમાં બે બંધારણ પીઠ બે મહત્વપૂર્ણ મામલાની સુનાવણી કરશે.પહેલાથી જ એક સંવિધાન પીઠ અયોધ્યા મામલાની સુનાવણી કરી રહી છે.જમ્મૂ કાશ્મીરની બંધારણીય અને નાગરિક અધિકારો પર પ્રતિબંધને લઇને કુલ 14 અરજીઓ દાખલ કરવામાં આવી હતી.તેમા બે અરજીઓ હેબિયસ કોર્પસ,જ્યારે બે કરફ્યૂ અને અન્ય પ્રતિબંધોને હટાવવાને લઇને કરવામાં આવી હતી.એક અરજી મીડિયા અને જનતાની માહિતી મેળવવાના અધિકારોને લઈ જ્યારે બાકી 9 અરજીઓ આર્ટીકલ 370ની જોગવાઇઓ અને પ્રક્રિયાને અલગ-અલગ રીતે પડકારે છે.બે અરજીઓ 370 હટાવવાની જોગવાઇની સાથે-સાથે રાષ્ટ્રપતિની અધિસૂચનાને પણ પડકારે છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application