Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:કેમિકલ ફેકટરીમાં આગ,લાખો રૂપિયાનું નુકશાન

  • April 29, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા-કપુરા માર્ગ પર આવતી એક કેમિકલ ફેકટરીમાં આગ ફાટી નીકળતા લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હતું.બનાવને પગલે ફાયર ફાઈટરોએ ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. મળતી માહિતી અનુસાર વ્યારા-કપુરા માર્ગ પર આવતું મગરકુઈ ગામના પાટિયા પાસે આવેલ આવેલ એક કેમિકલ ફેકટરીમાં શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હતી.બનાવની જાણ વ્યારા નગરપાલિકાના ફાયરના જવાનોને કરવામાં આવતા ઘટના સ્થળ ઉપર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો.ફેકટરીમાં આગ લાગવાની ઘટનામાં લાખો રૂપિયાનું નુકશાન પહોંચ્યું હોવાનું જાણવા મળ્યું છે.સદનસીબે કોઈ જાન હાનિ થઈ ન હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application