Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

વલસાડ રક્‍તદાન કેન્‍દ્રએ ગણેશ મહોત્‍સવ દરમિયાન પ૧પ યુનિટ લોહી મેળવી ૬૩ ટકા રક્‍તની જરૂરિયાત પૂરી કરી

  • September 15, 2019 

સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ-વલસાડ-પારડી:વલસાડ જિલ્લામાં તા. ૨ થી ૧૨ સપ્‍ટેમ્‍બર દરમિયાન યોજાયેલા ગણેશ મહોત્‍સવ અવસરે વિવિધ ૧૦ આયોજકો દ્વારા વલસાડ રક્‍તદાન કેન્‍દ્રના સહયોગથી ૧૦ રક્‍તદાન કેમ્‍પ યોજવામાં આવ્‍યા હતા.આ કેમ્‍પમાં રક્‍તદાન માટે આવેલા પ૭૪ વ્‍યક્‍તિઓ પૈકી પ૦ વ્‍યક્‍તિઓ હીમોગ્‍લોબીનની ઉણપ અથવા અન્‍ય કોઇ કારણસર રક્‍તદાન ન કરી શકતાં પ૧પ વ્‍યક્‍તિઓએ રક્‍તદાન કર્યું હતું આ અગિયાર દિવસના સમયગાળામાં ૯પ યુનિટ રક્‍ત સરકારી હોસ્‍પિટલોમાં ગર્ભવતી મહિલાઓ માટે પૂરું પાડવામાં આવ્‍યું હતું.આ ઉપરાંત પ૮ રક્‍ત યુનિટ સિકલસેલના દર્દીઓ,૨૧ થેલેસેમિયાના દર્દીઓ તથા ૧૦૮ અન્‍ય ગરીબ દર્દીઓ મળી કુલ ૧૮૭ રક્‍ત યુનિટ વિનામૂલ્‍યે પૂરા પાડવામાં આવ્‍યા હતા.આમ ગણપતિ મહોત્‍સવમાંથી મળેલ પ૧પ યુનિટ પેકી ૨૮૨ એટલેકટ પ૪ ટકા રક્‍ત યુનિટો દર્દીઓના જીવ બચાવવા માટે ઉપયોગમાં લેવાયા હતા.આ અગિયાર દિવસના સમયગાળામાં રક્‍તદાન કેન્‍દ્ર તરફથી રોજના સરેરાશ ૭૪ યુનિટ રક્‍ત દર્દીઓ માટે પૂરં પાડતાં કુલ ૮૧૪ યુનિટ રક્‍તનું સરકારી, ધર્માદા તથા ખાનગી હોસ્‍પિટલમાં વિતરણ કરાયું હતું.આમ કુલ વપરાશના ૬૩ ટકા રક્‍તની જરૂરિયા ગણેશજીના ભક્‍તોએ પૂરું પાડયું હતું.દર વર્ષે ગણેસ ઉત્‍સવમાં માનવતાવાદી પ્રવૃત્તિઓને પ્રોત્‍સાહન આપવામાં આવે છે અને ખાસ કરીને કેમ્‍પ દરમિયાન નવા રક્‍તદાતાઓ સામે ચાલીને લોહી આપવા માટે આવે એ ખૂબ જ મહત્ત્વનું છે.વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર પરિવાર બધાજ રક્‍તદાન શિબિરનું આયોજન કરનાર ગણેશ મહોત્‍સવના આયોજકો અને રક્‍તદાતાઓનો તેમની માનવતાવાદી પ્રવૃત્તિઓ માટે ખુબ ખુબ આભાર માને છે.ગણેશ મંડળોનાં માનવતાવાદી અભિગમને કારણે દર વર્ષે વધુને વધુ શિબિર આયોજકો અને નવા રક્‍તદાતાઓ જોડાતા રહે તથા તમામ જાહેર તહેવારોમાં નિયમિત રક્‍તદાન શિબિરો યોજાય તો રક્‍તદાન કેન્‍દ્રોને જરૂરિયાતમંદોને રક્‍ત પૂરું પાડવામાં પડતી મુશ્‍કેલીઓ નિવારી શકાય.આગામી મહિને દિવાળીના તહેવાર દરમિયાન પણ દરેક રક્‍તદાતાઓને વેકેશન ઉપર જતાં પહેલા રક્‍તદાન કરી જવા વલસાડ રક્‍તદાન કેન્‍દ્ર દ્વારા વિનંતી કરવામાં આવી છે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application