સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ-વલસાડ-પારડી:રાજ્યમાં સંપૂર્ણ સ્વચ્છતા સુનિશ્ચિત કરવા તેમજ પ્લાસ્ટિક કચરાના સલામત નિકાલ અને વ્યવસ્થાપન તથા એકજ વખત વાપરી શકાય તેવા સીંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ બંધ કરવા માટે ભારત સરકાર દ્વારા આગ્રહ કરવામાં આવ્યો છે.જે અંગે રાષ્ટ્રવ્યાપી જાગૃતિ લાવી નાગરિકોને સ્વચ્છતા અંગે જાણકારી આપવા સ્વચ્છતા હી સેવા અભિયાન ઉપાડી લેવામાં આવ્યું છે.પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદીના જણાવ્યા અનુસાર અભિયાનનો ઉદ્દેશ બાપુનું સ્વચ્છ ભારતનું સ્વપ્ન પૂરું કરવાનો છે.આ અભિયાનના ભાગરૂપે વલસાડ તાલુકામાં આત્મા પ્રોજેકટ હેઠળ તાલીમ લઇ રહેલી મહિલા ખેડૂતોને સ્વચ્છતા હી સેવા અભિયાન અંગે સવિસ્તર જાણકારી આપવામાં આવી હતી.આ અવસરે મહિલા ખેડૂતોએ સ્વચ્છતા અંગેના શપથ પણ લીધા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application