Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:વ્યારા ખાતે APMC માર્કેટમાં આગ !! પોલીસ અને ફાયરના જવાનો થયા દોડતા

  • April 29, 2018 

તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારા ખાતે આવેલ APMC માર્કેટમાં ૨૮મી નારોજ,ખેડૂતોને શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા વેપારીઓ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હોવાની ઘટના બની હતી.જોકે,પોલીસ ની દરમિયાન ગીરીથી સમગ્ર મામલો થાળે પડ્યો હતો.ત્યારે આજરોજ APMC માર્કેટમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીની દુકાનમાં કોઈક રીતે આગ લાગી હતી જેને લઈ ઘટના સ્થળ ઉપર પોલીસ અને ફાયરના જવાનો દોડી આવ્યા હતા. મળતી માહિતી અનુસાર વ્યારા ખાતે આવેલ APMC માર્કેટમાં આવતા ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદ વેચાણ કરતા વેપારી ઇન્તજાર આલમના ટેબલ નંબર (૩૨) સહિત બે સ્થળ પર આગ ભભૂકી ઉઠી હતી.આગ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તે પહેલા બપોરના આશરે ૨:૦૦ કલાકના અરસામાં વ્યારા નગરપાલિકાના ફાયરના જવાનોને જાણ કરી મદદ માંગવામાં આવી હતી.ફાયરના જવાનોઓ ઘટના સ્થળ પર દોડી આવી આગ ઉપર કાબુ મેળવ્યો હતો.બીજી તરફ કાયદો અને વ્યવસ્થા જાળવવા વ્યારા પોલીસ પણ ઘટના સ્થળે ધસી આવી હતી.વેપારીની દુકાનમાં લાગેલી આગમાં ઇલેક્ટ્રિકનો કાંટો,શાકભાજી પેકિંગ કરવા માટે ઉપયોગમાં લેવાતા પુઠ્ઠા બળીને ખાક થઈ ગયા હોવાનું જાણવા મળ્યું છે.સદનસીબે કોઈ જાન પહોંચી થઈ નથી.આગ APMC માર્કેટમાં ખેડૂતો પાસેથી શાકભાજી ખરીદ વેચાણ કરતા વેપારીની દુકાન સહિત બે સ્થળો પર આગ લાગવાની ઘટનાથી વેપારી આલમમાં ભય ફેલાયો છે.ઘટના અંગે પોલીસને પૂછવામાં આવતા જણવા મળ્યું હતુકે,આગ લાગવાનું કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી ઘટના સ્થળ પર PCR વાન સહિત પોલીસ પહોંચી હતી.પરંતુ અત્યાર સુધી બનાવ અંગે કોઈ ફરિયાદ આપવામાં માટે આવ્યું નથી.અત્રેઉલ્લેખ્નીય છેકે,૨૮મી શનિવાર નારોજ માર્કેટમાં પોષણક્ષમ ભાવ મુદ્દે વેપારી અને ખેડૂતો વચ્ચે  ઉગ્ર બોલાચાલી થઈ હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application