ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ-રાજપીપળા:રાજપીપળાના યુવા ક્લાકાર શિવરામ પરમારનું મ્યુઝિક અને ભરૂચની યુવા ગાયક ડેશિંગ દર્શના ના કંઠે ગવાયેલું આ ગુજરાતી ગીત નવરાત્રી સહિતના તહેવારોમાં ધૂમ મચાવશે.ગુજરાતી સંગીતમાં કંઈક નવું પારંપારિક ગુજરાતી સ્ત્રીની જગ્યા એ આજના યુગની ગુજરાતણ,આ છે આપણા રાજપીપળાના ઉત્સાહી અને યુવાન કલાકાર દ્વારા બનાવેલ એક ગુજરાતી વિડિયો પોપ સોંગ નો સાર જેને ભરૂચના ગાયક કલાકાર ડેશિંગ દર્શનાના અવાજમાં રેકોર્ડ કરીને સરસ્વતી ઓડિયો દ્વારા રિલીઝ કરવામાં આવ્યું છે આ ગીતને લોકો તરફથી જોરદાર પ્રતિસાદ મળી રહ્યો છે તેમજ આવનાર તહેવારોમાં આ ગીત દરેક ના કંઠે ગવાશે એવી આશા સેવાઈ રહી છે.આ ગીતના શબ્દો છે "આતો ગુજરાતણ છે વહાલા" આ ગીતને આપ youtube પર નિહાળી શકો છો તેમ શિવરામ પરમારે જણાવ્યું હતું.
high light-રાજપીપળાના યુવાનનું મ્યુઝિક અને ભરૂચની યુવતીના કંઠે ગવાયેલું આ ગીત નવરાત્રીમાં ધૂમ મચાવશે
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application