Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં સ્થાનિકોની રોજગારીનો મુદ્દો હવે સીએમ રૂપાણી ઉકેલશે

  • September 15, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ-રાજપીપળા:નર્મદા જિલ્લાના કેવડિયા ખાતે વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી,વેલી ઓફ ફ્લાવર તથા શ્રેષ્ઠ ભારત ભવન નજીક લારી-ગલ્લા ચલાવી લગભગ 300 જેટલા સ્થાનિકો રોજગારી મેળવી રહ્યા હતા.હવે તંત્ર દ્વારા અચાનકએ તમામને પોતાના લારી-ગલ્લા ઉઠાવી લેવા જણાવાયું હતું,જેને કારણે એમણે જાતે જ પોતાના લારી-ગલ્લા ત્યાંથી હટાવી લીધા હતા.જોકે તંત્રના આ નિર્ણય સામે સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો.પોતે બેરોજગાર થતા સ્થાનિક મહિલાઓએ તો રીતસરની રેલી કાઢી પ્રવાસીઓ પાસે ભીખ માંગી હતી.બીજી બાજુ ભરૂચ સાંસદ મનસુખ વસાવા તુરંત ત્યાં પહોંચી સ્થિતિનો તાગ મેળવ્યો હતો અને આમ કરવાને કારણે ઉચ્ચ અધિકારીઓ પર રીતસરના ગીન્નાયા હતા.તો RSSની ભગિની સંસ્થાએ પણ આ અન્યાય સામે નર્મદા જીલ્લા કલેકટરને આવેદનપત્ર આપ્યું હતું.આ તમામ ઘટનાક્રમ બાદ આગામી 22મી સપ્ટેમ્બરે સ્ટેચ્યુ ઓફ યુનિટી પર રોજગારી મુદ્દે થયેલા અન્યાય, અસરગ્રસ્તોના વિવિધ પ્રશ્નો મુદ્દે કેવડિયાની સરકારી શાળામા સમસ્ત આદિવાસી સમાજનું એક મહાસંમેલન ભાજપ સાંસદ મનસુખ વસાવાની અધ્યક્ષતામાં યોજવાનું હતું.એમ જોવા જઈએ તો આ સંમેલન સરકાર વિરુદ્ધ જ કહી શકાય તો એ સંમેલનનું અધ્યક્ષ સ્થાન ભાજપના જ સાંસદ લે તો વિવાદ ઉભો થવાની સંભાવનાઓને લીધે ભાજપમાં સોંપો પડી ગયો હતો,સૂત્રોના હવાલેથી એમ પણ જાણવા મળ્યું છે કે,યોજાનાર આ સંમેલનની નોંધ ખુદ રાષ્ટ્રીય લેવલ સુધી લેવાઈ હતી,કોઈ વિવાદ ઉભો ન થાય એ માટે આ સંમેલન રદ્દ કરવા રીતસરનું દબાણ ઉભું કરાયું હતું.જોકે આ સંમેલન રદ થયું હોવાનું તથા સીએમ રૂપાણીઆ મામલે બેઠક યોજશે એમ મનસુખ વસાવાએ જણાવ્યું હતું. high light-સીએમ રૂપાણી આ તમામ મુદ્દે બેઠક યોજી નિરાકરણ લાવશે:મનસુખ વસાવા ભરૂચ સાંસદ મનસુખ વસાવાએ જણાવ્યું હતું કે 22 તારીખે યોજાનાર કાર્યક્રમ હાલ રદ થયો છે.17મી સપ્ટેમ્બર પછી ખુદ સીએમ રૂપાણી આ તમામ મુદ્દે એ વિસ્તારના સ્થાનિક ભાજપ કાર્યકરો સાથે એક બેઠક કરશે,બાદ સ્થાનિકોના અમુક આગેવાનો સાથે પણ બેઠક યોજી શક્ય એટલા પ્રશ્નોનું કાયમી નિરાકરણ લાવશે.  


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application