Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:શાકભાજીના પોષણક્ષમ ભાવો ન મળતા ખેડૂતો વિફર્યા:પોલીસ થઈ દોડતી

  • April 29, 2018 

તાપીમિત્ર ન્યુઝ,તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:રાજ્ય સરકાર ભલે ખેડૂતોની હિતેચ્છુ હોવાની વાત કરી હોય.પરંતુ વિધાનસભા ગૃહમાં સરકારે પણ કબુલાત કરી છે કે,રાજ્યમાં ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી.ટેકાના ભાવે જરૂર જણાય તો ખરીદી થાય છે.ભાવોના મોનીટરીંગ માટે નિયત સંસ્થાઓ સાથે સંકલન કરવામાં આવે છે.પરંતુ ખેડૂતોને ખેત પેદાશોના પોષણક્ષમ ભાવ મળતા નથી.જેના કારણે ખેડૂતો આર્થિક રીતે પાયમાલ થઈ રહ્યા છે.અને અનેક મુશ્કેલીઓથી ખેડૂત પીસાઈ રહ્યા છે.તે એક કડવી વાસ્તવિકતા છે. તાપી જીલ્લાના વ્યારા ખાતે આવેલ ખેતીવાડી ઉત્પાદન સમિતિમાં તા.૨૮મી એપ્રિલ નારોજ,લીલા શાકભાજીના ભાવો અહીંના વેપારીઓ દ્વારા ખુબ જ નીચા ચુકવવામાં આવતા ખેડતોએ હોબાળો કર્યો હતો.વેપારીઓને ભાવ મુદ્દે રજૂઆત કરતા ખેડૂતો સાથે બોલાચાલી શરુ થઈ હતી.વાતવરણ વધુ બગડે તે પહેલા પોલીસ બોલાવવાની ફરજ પડી હતી.વ્યારા,સોનગઢ,વાલોડ,ડોલવણ સહિતના વિસ્તાર માંથી ખેડૂતો ઉપજના સારા ભાવો મેળવવા માટે ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિમાં શાકભાજી અને રોકડીયા પાકો આપતા થયા છે.પરતું કેટલાક દિવસોથી વ્યારાની માર્કેટમાં અચાનક શાકભાજીના ભાવો નીચા જતા ખેડૂતોને રોવાનો વારો આવ્યો છે.અહીના મોટાભાગના ધરતીપુત્ર ભીંડા,ગુવાર,રીંગણ,ટામેટા,ચીભડા,ચોળી સહિત અનેક લીલા શાકભાજી પાકો પોતાના ખેતરમાં કરતા હોય છે.પરંતુ પોષણક્ષમ ભાવો ના મળવાથી ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.શાકભાજીના ભાવ દિન-પ્રતિદિન નીચા જઈ રહ્યા છે.વેપારીઓને ભાવ મુદ્દે રજૂઆત કરતા ખેડૂતો અને વેપારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી.વેપારીઓએ હરાજી કરવાનું બંદ કરતા ખેડૂતોનું ટોળું ઉત્પન્ન બજાર સમિતિના કાર્યલયમાં ધસી આવ્યું હતું.પરીસ્થિત ગંભીર બને તે પહેલા વ્યારાની પોલીસ માર્કેટયાર્ડમાં દોડી આવી હતી.પોલીસની દરમિયાનગીરીથી ખેડૂતોની રજૂઆતને સાંભળવામાં આવી હતી.કલાકો બાદ સમગ્ર મામલો થાળે પડ્યો હતો.અત્રેઉલ્લેખ્નીય છેકે,બજારમાં લીલાશાકભાજીનો ભાવ સાતમાં આસમાને છે.જયારે ખેડૂતો પાસેથી વેપારીઓ ખુબ જ નીચા ભાવે શાકભાજી ખરીદી કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application