ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા સહીત સમગ્ર નર્મદા જિલ્લામાં દુંદાળાદેવની 1000 જેવી પ્રતિમાઓનું વાજતે ગાજતે વિસર્જન થયું હતું.બપોરે ત્રણ વાગ્યા થી શરુ થયેલ વિસર્જન યાત્રામાં સૌ પ્રથમ રાજપીપળા રજપૂત ફળિયા યુવક મંડળના યુવાનોએ શાંતિપૂર્ણ રીતે બાપાનું વિસર્જન કર્યું હતું.ત્યાર બાદ એક પછી એક નાના મોટા ગણેશજીની પ્રતિમાઓ શહેરના રાજમાર્ગો પર ફર્યા હોય જેને જોવા અને દર્શન કરવા ભાવિક ભક્તો મોટી સંખ્યામાં માર્ગો પર એકઠા થયા હતા.ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે શાંતિ પૂર્ણ રીતે ગણપતિની પ્રતિમાઓનું વિસર્જન થયું હતું.રાજપીપળા નગરપાલિકાની ફાયર ટીમના કર્મચારીઓએ કરજણ નદી કિનારે પ્રતિમા પધરાવવા ખડે પગે રહી ઉમદા સેવા આપી હતી.પોલીસ,હોમગાર્ડ,નગરપાલિકા ફાયર ફાઈટર્સ સહિતના વ્યક્તિઓ અને વિસર્જન કરવા આવતા ભક્તો મળી અંદાજે 1000 જેટલા વ્યક્તિઓની સેવામાં શ્રી રંગ ચેરિટેબલ ટ્રસ્ટ,તથા હેલ્પ ગ્રુપ-રાજપીપળા તેમજ અન્ય ગ્રૂપના સંયુક્ત સહયોગ થી વઘારેલી ખીચડી,અને છાસની જમવાની વ્યવસ્થા.સાંજે 7:30 થી વિસર્જન પૂર્ણ થાય ત્યાં સુધી રાખવામાં આવી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application