Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

સરદાર સરોવર નર્મદા ડેમ 137:28 મીટરની ઐતિહાસિક સપાટીએ:તંત્ર એલર્ટ

  • September 12, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લા સરદાર સરોવર નર્મદા ડેમ ઉપર દરવાજા લગાવ્યા બાદ ચાલુ ચોમાસાની ઋતુમાં તા.૧૨મી સપ્ટેમ્બર નારોજ સાંજે 5:00 કલાકે નર્મદા ડેમની સપાટી સૌ પ્રથમવાર 137.28 મીટરે ઐતિહાસિક સપાટી નોંધાઇ છે.તેની સાથોસાથ નર્મદા ડેમના 23 દરવાજા 4.15 મીટરે ખોલવામાં આવ્યા છે.

નર્મદા જિલ્લા કલેક્ટર આઇ.કે.પટેલે જણાવ્યું હતું કે,આજે નર્મદા જિલ્લામાં સરદાર સરોવર ડેમની સપાટી 137.28 મીટર નોંધાઇ છે.નર્મદા ડેમમાં 7,45,324 ક્યુસેક પાણીની આવક થઇ છે અને 7,44,901 ક્યુસેક પાણી ડીચાર્જ કરવામાં આવ્યું છે.સરદાર સરોવર ડેમ માંથી પાણી છોડવાને કારણે જિલ્લાના 20 જેટલા ગામોને ૩ દિવસથી એલર્ટ કરાયાં છે.હાલમાં પરિસ્થિતિ નિયંત્રણ હેઠળ છે.આગામી સમયમાં વધુ પાણી છોડવામાં આવે તો સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા માટે જિલ્લા વહિવટીતંત્ર દ્વારા તકેદારીના તમામ પગલાંઓ સાથે પૂર્વ તૈયારી કરી લીધી છે.આગામી સમયમાં સરદાર સરોવર ડેમ 138.68 મીટર સુધી પહોંચશે.નર્મદા ડેમમાં નિયમો પ્રમાણે પાણીની આવક ચાલુ છે.દરરોજ નિયત ધારા ધોરણ મુજબ ડેમની જળ સપાટી વધારવાની હોય છે અને તેને ધ્યાનમાં રાખીને ડેમમાં પાણી ભરાઇ રહ્યું છે,તેવી જાણકારી પણ જીલ્લા કલેકટર દ્વારા આપવામાં આવી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application