Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

પબજી ગેમ રમવાની ના પડતા પુત્રએ પિતાનું માથુ અને પગ કાપીને હત્યા કરી નાખી

  • September 10, 2019 

બેંગલુરૂ:મોબાઇલ ગેમ પબજીની લત કેટલી ખતરનાક નીવડી શકે છે તેનો એક કિસ્સો કર્ણાટકમાં સામે આવ્યો છે. કર્ણાટકના બેલગાવી જિલ્લાના એક ૬પ વર્ષના પિતાએ પોતાના રપ વર્ષના દીકરાને પબજીની ગેમ ન રમવા દેતા તેણે પિતાની હત્યા કરી લાશના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા.મૃતક શંકરપ્પા આ ઘટનાના ત્રણ મહિના પહેલાં જ પોલીસ ખાતામાંથી નિવૃત્ત થયા હતા.આ ઘટના બેલગાવી જિલ્લાના સિદ્ધેશ્વરનગર કાકતીની છે.આ ઘટનાને વહેલી સવારે અંજામ આપવામાં આવ્યો હતો.પબજીની લતમાં ફસાયેલા યુવાનો પોતાની કેરિયર બરબાદ કરી રહ્યા છે.એવા દિનપ્રતિદિન કિસ્સા વધતા જાય છે.નિવૃત્ત પોલીસ કર્મચારી શંકરરપ્પા કુંબરને પબજી ગેમ રમવાના બાબતે પોતાના પુત્ર રઘુવીર સાથે ઉગ્ર બોલાચાલી થઇ હતી.આ ઝઘડાએ ગંભીર સ્વરૂપ ધારણ કર્યું હતું.ત્યારબાદ પૂત્ર રઘુવીરે પોતાના પિતાના માથા અને પગ કાપીને હત્યા કરી નાખી હતી કે જેથી તે શાંતિથી મોબાઇલ ગેમ પબજી રમી શકે.મીડિયા રિપોર્ટ અનુસાર શંકરરપ્પા કુંબરે ઘરનું ઇન્ટરનેટ કનેકશન બંધ કરાવીને પુત્ર રઘુવીર સાથેથી મોબાઇલ ફોન લઇ લીધો હતો.ત્યારબાદ રઘુવીરે પરિવારના બાકીના સભ્યોને એક ઓરડામાં બંધ કરીને પોતાના પિતાની મારપીટ શરૂ કરી હતી અને ગુસ્સામાં તેણે પોતાના પિતાનું માથું અને પગ કાપીને તેમની લાશના ટુકડે ટુકડા કરી નાખ્યા હતા. પબજી ગેમ રમવા નહીં દેનાર પિતાની હત્યા કરનાર આ યુવાન મેન્ટલ ડિસઓર્ડરથી પીડાતો હોવાનું જણાવાય છે. પોલીસે તેની ધરપકડ કરી લીધી છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application