Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

નર્મદા જીલ્લાનો કિસ્સો:માતાજી આવતા હોવાની અંધશ્રદ્ધા માંથી મુક્ત કરાવતી 181-મહિલા હેલ્પલાઇન ટીમ

  • September 01, 2019 

ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:નર્મદા જિલ્લાના સાગબારા નજીકના કેલજીયા ફળિયાની દિપીકાને માતા આવતી હોવાની અંધશ્રદ્ધા સમજી પરિવારે તેને સાતમા ધોરણ થી અભ્યાસ છોડાવી દીધા બાદ માતા પિતા વચ્ચે ના વારંવાર ના ઝગડામાં દીકરી ઘર છોડી માસીને ત્યાં જવા નીકળી ગઈ હતી જેને 181 અભયમ ટીમે ઘરે પરત પહોંચાડી પરિવાર સાથે મિલન કરાવ્યું હતું.રાજપીપળા સ્તિથ 181 અભયમ મહિલા હેલ્પ લાઈનમાં વાલિયા ચોકડી થી એક વ્યક્તિએ કોલ કરી જણાવેલ કે,એક યુવતી સવાર થી અહીં બેસી રહી છે જેને પૂછતાં કઈ જણાવતી નથી જેને મદદ કરવા અપીલ કરી હતી,કોલ મળતા જ રેસક્યુ વાન તાત્કાલિક ત્યાં પહોંચી યુવતી સાથે વાત કરતા તે સાગબારા પાસેના કેલજીયા ફળીયાની છે તેવું જણાવ્યું હતું તેના માથા માંથી લોહી નીકળતું હતું જેથી તેને પ્રાથમિક સારવાર અપાવી તેના ઘરે લઈને તેના પરિવારને સોંપવામાં આવી તે સમયે વાતચીત દરમિયાન જાણવા મળ્યું કે દીપિકા (નામ બદલેલ છે )ના પિતાને વ્યસન ની આદત છે અને દરરોજ મમ્મી સાથે ઝગડો કરી મારે છે અને એ વચ્ચે પડે તો તેને પણ અપશબ્દો બોલે છે.માતા પિતા વચ્ચે ઝગડો થતા તે વચ્ચે પડતા તેના પપ્પા એ ધક્કો મારતા તેને માથામા કબાટની ધાર વાગતા લોહી નીકળતા તે ઘરે થી નીકળી તેના માસી કોસંબા રહે છે તેમના ઘરે જવા નીકળી હતી પરંતુ કોસંબા કેવી રિતે જવુ તે સમજ ના પડતા આખો દિવસ વાલિયા ચોકડી પર બેસી રહી હતી.દિપીકાની માતા સાથે વાત કરતા તેમણે જણાવ્યું કે,તે સાતમા ધોરણમા અભ્યાસ કરતી હતી ત્યારથી તેને માતાજી આવે છે જેથી તેને આગળ ભણાવી નથી તેના શરીરમા માતાજી આવતા હોવાથી તે ઘણી વાર ગુસ્સે ભરાઈ જાય છે જેથી કરી તેને બહાર પણ જવા દેતા નથી.તમામ હકીકત જાણ્યા બાદ અભયમ ટીમ ઘ્વારા પરિવાર ને સમજ આપી કે આ તમારી અંધશ્રદ્ધા છે કોઈ માતાજી આવતા નથી તમો પતિ પત્ની ઝગડો કરો છે તે રેણુકાને પસંદ નથી આ ઉપરાંત તેને આગળ ભણાવી નહીં, બહાર જવા દેતા નથી, આમ તે માનસિક રીતે હેરાન થાય છે જેથી આપ બન્ને ઝગડવાનું બંધ કરો અને દીકરી ના ભવિષ્ય બાબતે  વિચારો અને તેને આગળ ભણવાની ઈચ્છા છે તો તેને સરકાર ઘ્વારા ચાલતા છાત્રાલયમા મૂકી શકાય, તેના પિતા ને પણ કડક સુચના આપી હતી કે આમ વ્યસન કરી પરિવારને હેરાન કરવા તે ગુનો બને છે આમ અસરકારક કાઉન્સેલિંગ ઘ્વારા પરિવાર ને સમજ આપતાં દરેક ને પોતાની ભુલ સમજાઈ હતી અને હવે પછી શાંતિ થી રહીશુ તેની ખાત્રી આપી હતી.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application