Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

ધારાસભ્ય રહી ચૂકેલ વિવેકાનંદ પાટીલની 150 કરોડની સંપત્તિ જપ્ત કરાઈ

  • October 13, 2023 

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા પનવેલના ચાર ટર્મ માટે ધારાસભ્ય રહી ચૂકેલા વિવેકાનંદ શંક પાટીલની 150 કરોડની સંપત્તિ જપ્ત કરવામાં આવી છે. શેતકરી કામગાર પાર્ટીના નેતા વિવેકાનંદ પાટીલ સામે કરનારા નાગરિક સહકારી બેન્કના તત્કાલીન ચેરમેન તરીકે નાણાંકીય ગોટાળાનો આરોપ છે. પાટીલ ઉપરાંત તેમના સ્વજનો તથા કર્નાલા મહિલા રેડીમેડ ગાર્મેન્ટ કો ઓપરેટિવ સોસાયટીની 152 કરોડ રૂપિયાની બૂક વેલ્યૂ ધરાવતી સંપત્તિ જપ્ત કરવામાં આવી છે એમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા એક નિવેદનમાં જણાવાયું હતું. આ કેસમાં અત્યાર સુધીમાં કુલ 386 કરોડ રૂપિયાન સંપત્તિ જપ્ત થઈ ચુકી છે. મુંબઈ પોલીસની ઈકોનોમિક અફેર્સ વિંગ દ્વારા 2019માં એક કેસ કરવામાં આવ્યો હતો. તે સંદર્ભમાં ED દ્વારા આ કાર્યવાહી કરી રહી છે. રિઝર્વ બેન્ક દ્વારા હાથ ધરાયેલાં ખાસ ઓડિટમાં એવો ઘટસ્ફોટ થયો હતો કે પાટીલે 63 જેટલાં લોન ખાતાં દ્વારા કર્નાલા ચેરિટેબલ ટ્રસ્ટ અને કર્નાલા સ્પોર્ટસ એકેડમીના નામે બેન્કમાંથી નાણાંની ઉચાપત કરી હતી.



લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application