મહારાષ્ટ્રઃમુંબઈમાં આવેલ ઓલા કેબમાં એક મહિલા સાથે ગેંગરેપ થવાની ઘટના પ્રકાશમાં આવી છે. થાણે રોડનાં કાશ્મીરા પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં ઓલા કેબનાં ડ્રાઈવર અને તેના મિત્રએ કેબમાં એક મહિલા પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ છે.એવો આરોપ છે કે કેબ ડ્રાઈવરે પોતાનાં સાથી સાથે આ કરતૂતને અંજામ આપ્યું છે.જો કે પોલીસે આરોપી ડ્રાઈવર અને તેનાં મિત્રને ઝડપી લીધો છે અને ૨૬ ડિસેમ્બર સુધી જેલમાં ધકેલી દીધાં છે.આ ઘટના ૧૯ ડિસેમ્બરની છે.જ્યારે મહિલા થાણે જવા માટે ઓલા કેબમાં બેઠી હતી અને બાદમાં આરોપી ડ્રાઈવર અને તેનો મિત્ર તે મહિલાને જબરદસ્તી થાણેનાં વિરાર લઈ ગયો.ત્યાર બાદ તેને સુમસામ સ્થળ પર લઈ જઈ તે મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું.જો કે આ ઘટના બાદ મહિલા બિલકુલ ડરી ગઈ હતી.જો કે બાદમાં ૨૧ ડિસેમ્બરે તેને હિંમત કરીને પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આ આરોપીઓને કાર સાથે ઝડપી લીધાં છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application