ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળા ખાતે આવેલી એક સરકારી કચેરીમાં એક અધિકારી અને ઓપરેટર વચ્ચે છુટા હાથની મારામારી થઈ હોવાની વાત વાયુવેગે કચેરીઓમાં પહોંચતા આખો દિવસ આ વાત ચર્ચા માં રહી હતી.સુત્રો અનુસાર રાજપીપળા ની એક સરકારી કચેરીમાં ફરજ બજાવતા ના.મામલતદાર અને ઓપરેટર વચ્ચે શુક્રવારે બપોરે મારામારી ના દ્રશ્યો જોવા મળતા હાજર સ્ટાફ અને અન્ય લોકો આ શરમજનક ઘટના જોઈ ચોંકી ઉઠ્યા હતા ત્યારબાદ આ વાત ગણતરીના સમયમાં બજારમાં અને કચેરીઓ માં પહોંચતા બીજા દિવસે પણ આ બાબત ચર્ચા માં રહી હતી.જોકે સૂત્રો પાસે જાણવા મળ્યા મુજબ રૂપિયા ની વાતે મારામારી જેવી શરમજનક ઘટના સરકારી કચેરી માં બની ત્યારે આ રૂપિયા કટકી ના હતા કે ખાનગી પોતાના હતા ?? એ બાબત સ્પષ્ટ થઇ શકી નથી પરંતુ આ બબાલ બાદ મામલો પોલીસ મથકે પહોંચ્યો હોય ત્યાં ફરિયાદ આપતા પહેલા અન્ય એક ઉચ્ચ અધિકારીએ દરમિયાનગીરી કરતા ફરિયાદ નોંધાઈ ન હતી અંતમાં સમાધાન થયું હોવાનું પણ જાણવા મળ્યું હતું.ચર્ચાતી વાતો મુજબ હપ્તાના રૂપિયાના ભાગ બાબતે મારામારી થઈ હોવાનું પંથકમાં ચર્ચાઈ રહ્યું છે.ત્યારે જો આ બાબત સાચી હોય તો જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તપાસ કરી સત્ય બહાર લાવે એ જરૂરી બન્યું છે.
high light-સરકારી કચેરીમાં ફરજ બજાવતા ના.મામલતદાર અને ઓપરેટર વચ્ચે શુક્રવારે બપોરે મારામારી ના દ્રશ્યો જોવા મળતા હાજર સ્ટાફ અને અન્ય લોકો આ શરમજનક ઘટના જોઈ ચોંકી ઉઠ્યા હતા.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application