સંદીપ પ્રજાપતિ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,વલસાડ:મતદારયાદી ચકાસણી કાર્યક્રમ અંતર્ગત મતદારો વિવિધ માધ્યમો મારફતે મતદારયાદીની વિગતો ચકાસી શકશે,અને ભૂલ જણાય તો તેમાં સુધારા-વધારા કરાવી શકશે.વલસાડ જિલ્લામાં આ કાર્યક્રમનો શુભારંભ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સી.આર.ખરસાણે કરાવ્યો હતો.વલસાડ શહેરના બી.આર.સી. ભવન ખાતે યોજાયેલા કાર્યક્રમમાં જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સી.આર.ખરસાણે જણાવ્યું હતું કે,ભારતીય ચૂંટણીપંચ દ્વારા મતદારયાદી ક્ષતિરહિત અને અદ્યતન બનાવવાના ઉદ્દેશ સાથે તા.૧ થી ૩૦ સપ્ટેમ્બર સુધી ચાલનારા આ કાર્યક્રમમાં મતદારો ફોટોગ્રાફસ સહિતની વિગતોની ખરાઇ તથા અન્ય સુધારા કરાવી શકશે.આ કાર્યક્રમનો બહોળો પ્રમાણમાં લાભ લઇ શકાય તે માટે ડીજીટલ પ્લેટફોર્મ ઉપર વોટર હેલ્પલાઇન મોબાઇલ એપ તથા એન.વી.એસ.પી. પોર્ટલ મારફતે પણ મતદારો પોતાની મતદારયાદીની વિગતો ઘરબેઠા જાણી શકશે,અને તેમાં સુધારો-વધારો કરાવી શકશે.ઓનલાઇન સુધારા માટે જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહશે.આ ઉપરાંત ઇ-ગ્રામ કેન્દ્રો નાગરિક સુવિધા કેન્દ્રો ખાતે રૂબરૂ મુલાકાત લઇને પણ ચકાસણી કરી સુધારા-વધારા કરાવી શકાશે.ભારતના ચૂંટણીપંચ દ્વારા મતદારયાદીને ક્ષતિરહિત અને અદ્યતન બનાવવાનો ઉદ્દેશને સિદ્ધ કરવાના કાર્યક્રમનો બહોળા પ્રમાણમાં લાભ લેવા તથા મતદારયાદીને વધુ સચોટ બનાવવાના ચૂંટણીપંચના અભિગમમાં સૌને સહયોગ આપવા અનુરોધ કરતાં તેમણે વધુમાં જણાવ્યું હતું કે,મતદારયાદીમાં નામની ચકાસણી કરવાની કામગીરી બીએલઓએ ઘરે-ઘરે જઇને કામગીરી હોય આ કામગીરીમાં તેમનો મહત્ત્વનો ફાળો રહેલો છે,ત્યારે દરેક બીએલઓ પૂરેપૂરી ચોકસાઇ રાખે તે જરૂરી છે.વલસાડ જિલ્લામાં વોટર વેરીફીકેશન કાર્યક્મ સફળતાપૂર્વક પાર પડે તે માટે સંબંધિત અધિકારીઓ પણ સતત દેખરેખ રાખશે.આ અવસરે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી કે.આર.પટેલ,પ્રાંત અધિકારી કે.જે.ભગોરા સહિત ચૂંટણી સંબંધી અમલીકરણ અધિકારીઓ,બી.એલ.ઓ.વગેરે હાજર રહયા હતા.
high light-વલસાડ જિલ્લામાં મતદારયાદી ચકાસણી કાર્યક્રમનો શુભારંભ કરાવતા ચૂંટણી અધિકારી અને કલેક્ટર સી.આર.ખરસાણ
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application