ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજ્યમાં સાઇબર ક્રાઇમના કિસ્સા વધતા લોક જાગૃતિ માટે નર્મદા પોલીસ વડા દ્વારા પ્રચાર વાહન ફેરવી લોકો ને જાગૃત કરવા પ્રયાસ કરાયો છે.દરેક કિસ્સામાં સિક્કાની બે બાજુઓ હોય છે તેજ રીતે આધુનિકરણ અને ડિજિટલાઈઝેશન માં ક્રાંતિ આવવાથી લોકોને સહુલત તો મળી છે પરંતુ સાથો સાથ છેતરપીંડી ના કિસ્સા પણ સામે આવ્યા છે.લોકો સાથે છેતરપીંડી કરવા માટે હાલ ફ્રોડ લોકો આધુનિક ટેક્નિકનો ઉપીયોગ કરી રહ્યા છે અને નોકરીની લાલચ ઉપરાંત લકી ડ્રો જેવી લોભામણી લાલચ આપી પ્રજાને છેતરી પૈસા પડાવવાના કિસ્સા સામે આવ્યા છે ત્યારે બેરોજગાર તથા ઘણા કિસ્સામાં પ્રજા પણ વિચાર્યા વિના અજાણ્યા વ્યક્તિઓને પોતાના ખાતા નંબર આધાર નંબર સહિતની અંગત માહિતી આપી દેતા હોય છે અને બાદ માં ફ્રોડ લોકો ના હાથે ભોગ બને છે.આવા કિસ્સાઓમાં પ્રજા જાગૃત બને અને લોભામણી જાહેરાતો માં ન ફસાય તે હેતુ થી જિલ્લા પોલીસ વડા હિમકર સિંહ ના.પોલીસ વડા રાજેશ પરમારના માર્ગદર્શન હેઠળ સુરક્ષા સેતુ સોસાયટી નર્મદા દ્વારા જનજાગૃતિ માટે રાજપીપળા તેમજ આસપાસના વિસ્તારોમાં એક પ્રચાર વાહન ફેરવી જાગૃતિ અભિયાન શરુ કરાયું છે જેમાં લાઉડ સ્પીકર દ્વારા કોઈ લોભામણી સ્કીમોનો ભોગ બનવું નહીં અને કોઈપણ અજાણ્યા વ્યક્તિઓને પોતાના બેન્ક ની ડિટેલ કે અંગત માહિતી આપવી નહીં અને જો આવા કિસ્સા સામે આવે તો તુરંત પોલીસને જાણ કરવા જણાવવામાં આવ્યું છે.નર્મદા પોલીસ નો આ પ્રયાસ સારો છે છતાં લોભિયા હોય ત્યાં ધુતારા ભૂખે ન મરે ની જેમ લોકો લાલચમાં આવી છેતરાયા બાદ પોલીસ પર દોષના ટોપલા નાખતા જોવા મળે છે.માટે લોકો એ પણ જાગૃત થવું પડશે.
high light-પ્રજા જાગૃત બને અને લોભામણી જાહેરાતો માં ન ફસાય તે હેતુ થી જનજાગૃતિ માટે રાજપીપળા તેમજ આસપાસના વિસ્તારોમાં એક પ્રચાર વાહન ફેરવી જાગૃતિ અભિયાન શરુ કરાયું
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application