ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કેવડિયા નજીક ખલવાની ખાતે 17મી ઓગષ્ટના રોજ પશ્ચિમ ભારતની પ્રથમ રીવર રાફટિંગ સુવિધાનો પ્રારંભ કરાવ્યો હતો.તેમણે આગામી દિવાળી કેવડીયામાં પ્રવાસીઓ ઉજવે અને પ્રકૃતિ અને સાહસિક પ્રવાસનનો આનંદ માણે એવો અનુરોધ કરતા કહ્યું કે,1લી સપ્ટેમ્બરથી રીવર રાફટિંગની સુવિધા લોકો માટે કાર્યરત થઈ જશે.મુખ્યમંત્રીએ ત્યારે જણાવ્યું હતું કે,દુનિયાભરમાં રીવર રાફટિંગ ખૂબ જ લોકપ્રિય છે અને વિશ્વના પ્રવાસીઓ એનો આનંદ માણવા પ્રવાસ કરે છે.ત્યારે ખલવાણી ઇકો ટુરિઝમ સેન્ટરની આ સુવિધા મોટી સંખ્યામાં પ્રવાસીઓને આકર્ષશે.આ સુવિધાનો વિકાસ ઉત્તરાખંડના નિષ્ણાંતોની મદદથી કરવામાં આવ્યો છે.આ સ્થળે બારેમાસ 600 ક્યુસેક્સ જેટલો જળ પ્રવાહ રહે છે એટલે યુવાનો રેપીડ અને એક્સાઇટિંગ રાફટિંગની મઝા માણી શકશે અને સાહસિકતાના પાઠો શીખશે.1લી સપ્ટેમ્બરથી સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક ખલવાણી ખાતે રિવર રાફટિંગનો પ્રારંભ થઇ ચુક્યો છે.1 પ્રવાસીના 1000 રૂપિયા લેખે પ્રથમ દિવસે જ 50થી વધુ પ્રવાસીઓએ રિવર રાફટિંગનો લાભ લેતા 50 હજાર જેટલી આવક થવા પામી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application