તાપીમિત્ર ન્યુઝ,વ્યારા:વ્યારાના માલીવાડ વિસ્તારમાં લગ્ન મંડપમાં વાયરીંગનું કામ કરતા ૨૩ વર્ષીય યુવકનું કરંટ લાગવાથી મોત નીપજ્યું હોવાની ઘટના વ્યારા પોલીસ સ્ટેશનના ચોપડે નોધાઇ છે.
મળતી માહિતી અનુસાર તા.૨૭મી એપ્રિલ નારોજ,વ્યારાના માલીવાડ-મિશ્ર શાળા પાસે લગ્ન પ્રસંગે મંડપમા વાયરીંગ કામ કરવા માટે આવેલ વિપુલભાઈ રમેશભાઈ ભટ્ટ (ઉ.વ.૨૩)રહે,અજીતનાથ કોર્પોરેશન સોસાયટી,કાનપુરા-વ્યારા,નાઓને વાયરીંગ કામ દરમિયાન આકસ્મિક રીતે શરીરના કોઈ ભાગે ચાલુ ઇલેક્ટ્રિક વાયરને લાગતા લગ્ન મંડપમાં ભાગદોડ મચી જવા પામી હતી.વિપુલભાઇ ભટ્ટને કરંટ લગતા વ્યારા ખાતે આવેલ રીધમ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો.જ્યાં ફરજ ઉપર હાજર તબીબે યુવકનું મોત નીપજ્યું હોવાનું જણાવ્યું હતું.બનાવ અંગે ઉમેશભાઈ રમેશભાઈ ભટ્ટનાએ વ્યારા પોલીસને જાણ કરી હતી.જેના આધારે પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી આગળની વધુ તપાસ હાથ ધરી હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application