Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

યુવતીનો મોબાઈલ નંબર મેળવી મેસેજ કરતા પુજારીને ભારે પડ્યુ-અભયમ ટીમે છટકું ગોઠવી પૂજારીને ઝડપી પાડ્યો

  • August 29, 2019 

તાપીમિત્ર ન્યુઝ,નવસારી જીલ્લાના વિજલપોર પાસે રહેતી ૧૭ વર્ષીય યુવતી શ્રાવણ માસ દરમિયાન મંદિરમા નિયમિત પૂજા કરવા જતી હોય ત્યાં મંદિરનો પૂજારી યુવતી પાસે અવારનવાર મોબાઈલ નંબર માંગતા હતા પરંતું યુવતીએ આપેલ નહીં,ત્યારબાદ પૂજારીએ આ યુવતી ક્યાં થી આવે છે તેનો પીછો કરી,કોઈ વ્યક્તિ પાસે થી તેનો મોબાઈલ નંબર મેળવી લીધો હતો અને મેસેજ કરી રોજ હેરાન કરતા હતા જેથી યુવતીએ રૂબરૂ મળી તેને જણાવેલ કે,મારા ફેમિલિ આ મેસેજ જોશે તો મને મુશ્કેલી થશે પરંતું પૂજારીએ રોજ તેને મેસેજ કરી સબંધ રાખવા દબાણ મૂકતા અને અઘટિત માંગણી કરતો હોય જેથી યુવતી મુંઝવણમાં મુકાઇ હતી.ફેમિલી મા પણ કોઈ ને આ બાબત જણાવી શકતી ના હતા જેથી તેઓ એ હિમ્મત કરી 181-અભયમ મહિલા હેલ્પલાઇન નો સંપર્ક કરી પોતાની આપવીતી જણાવી હતી,અભયમ ટીમે છટકું ગોઠવી પૂજારી ને પકડ્યો હતો અને યુવતીને કેમ હેરાન કરે છે ?? તેવું પૂછતાં તેણે જણાવેલ કે,મે કોઈ હેરાનગતિ કરેલ નથી કે કોઈ મેસેજ કરેલ નથી જેથી યુવતી ને બોલાવી તેણે કરેલ મેસેજ બતાવતા તેણે પોતાની ભુલ કબૂલી હતી.અભયમ ટીમ ઘ્વારા તેને પાઠ ભણાવ્યો હતો કે,તારી આ હરકત તે ગુનો બને છે અને તારી સામે પોલીસ ફરિયાદ પણ થઈ શકે છે જેથી પૂજારીએ માફી માંગી હતી અને હવે પાછી કોઈપણ પ્રકાર ની હેરાનગતિ નહી કરું જેની લેખિત ખાત્રી આપી હતી.યુવતીની પણ આગળ ફરિયાદ કરવાની ઈચ્છા ના હોવાથી સમાધાન કરવામાં આવ્યું હતું.મોબાઈલ મોનિયાક થી છુટકારો મળતા અભયમ ટીમ નો ખુબ આભર માન્યો હતો.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application