નવી દિલ્હી:પૂર્વ નાણામંત્રી અને બીજેપીના વરિષ્ઠ નેતા અરુણ જેટલીનું 66 વર્ષની ઉમરે નિધન થયુ છે. તેઓ લાંબા સમયથી બિમાર હતા અને દિલ્હીની હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા.શનિવારે દિલ્હીની અખિલ ભારતીય આયુર્વિજ્ઞાન સંસ્થાન (AIIMS) ખાતે નિધન થયું છે.તેઓ લાંબા સમયથી બિમાર હતાં.એમ્સે એક નિવેદન બહાર પાડીને કહ્યું છે કે,તેઓ ખુબ જ દુ:ખ સાથે જણાવી રહ્યાં છે કે,24મી ઓગસ્ટના રોજ 12 વાગ્યેને 7 મિનિટે માનનીય સાંસદ અરુણ જેટલી હવે આપણી વચ્ચે નથી.અરુણ જેટલીને 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.એમ્સના વરિષ્ઠ ડોક્ટરો તેમની સારવાર કરી રહ્યાં હતાં.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application