Owner, Publisher, Editor :- Maheshbhai Prajapati RNI REG NO GUJGUJ/2016/70990 Mo. 78200 92500

તાપી:સગીર વયની યુવતી ઉપર બળાત્કાર કરનાર શખ્સ વિરૂધ્ધ ગુન્હો નોંધાયો:ગર્ભ પડાવી જાનથી મારી નાંખવાની આપી હતી ધમકી

  • April 27, 2018 

વ્યારા:વ્યારાના વાંદરદેવી બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતા ૨૩ વર્ષીય યુવકે સને ૨૦૧૭ના વર્ષમાં એક સગીર વયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમસબંધ બાંધી યુવતીને અલગઅલગ જગ્યાએ લઈ જઈ યુવતીની મરજી વિરૂધ્ધ અવાર-નવાર શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજાર્યો હોવાની ફરિયાદ વ્યારા પોલીસ મથકે નોંધાઈ છે. મળતી માહિતી અનુસાર વ્યારાના વાંદરદેવી બસ સ્ટેન્ડ ફળિયામાં રહેતો ૨૩ વર્ષીય યુવક આશિષભાઈ ગોવિંદભાઈ ગામિતે સને ૨૦૧૭ના વર્ષમાં એક સગીર વયની યુવતીને લગ્ન કરવાની લાલચ આપી પ્રેમસબંધ બાંધી યુવતીને,વઘઇ તાલુકામાં આવેલ માયાદેવી પાસે નદી કિનારે તથા પોતાના ઘરે તેમજ વ્યારાના લખાલી ગામે આવેલ સરકારી દવાખાના ન ઓટલા ઉપર,અલગઅલગ જગ્યાએ લઈ જઈ યુવતીની મરજી વિરૂધ્ધ અવાર-નવાર શરીર સબંધ બાંધી બળાત્કાર ગુજારતા યુવતીને ગર્ભ રહી જતાં,ગર્ભ પાડી દેવાના ઇરાદે યુવતીની મરજી વિરૂધ્ધ દવાની ગોળી પીવડાવી ગર્ભ પાડી નાખી યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપતા યુવતીએ તા.૨૭મી એપ્રિલ નરોજ વ્યારા પોલીસ મથકે ફરિયાદ કરી હતી.જેના આધારે પોલીસે ગુન્હો નોંધી આશિષભાઈ ગોવિંદભાઈ ગામિત વિરૂધ્ધ ઇપીકો,કલમ ૩૭૬(૧),૩૧૫,૫૦૬(૨) તથા પોકસો એક્ટ કલમ-૫(એલ),૬ મુજબ ગુન્હો દાખલ કરી આગળની વધુ તપાસ પીઆઇ-વ્યારા પોલીસ સ્ટેશનના આર.એસ.પટેલ કરી રહ્યા છે.


લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA


સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA


મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં.  78200 92500  

View News On Application