નવી દિલ્હી:લાલ કિલ્લા પરથી સિંગલ યુઝ પ્લાસ્ટિકના ઉપયોગ પર રોક લગાવવાના એલાન બાદ કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે આ દિશામાં યુધ્ધના ધોરણે કામ શરૂ કરી દીધું છે.મંત્રાલયની સૌથી મોટી ચિંતા પીવાનું પાણી અને મીનરલ વોટરની બોટલ,દૂધની થેલીઓ અને ચિપ્સ જેવી વસ્તુઓના પેકિંગમાં પ્લાસ્ટિકને કેવી રીતે રોકવું તેની છે.મંત્રાલયનું માનવું છે કે,દૈનિક ઉપયોગમાં લેવાનારું પ્લાસ્ટિક બહુ ઓછી વખત રિ-સાઈકલ થઈ શકે છે.લોકોમાં સ્વયં આવા પ્લાસ્ટિકનો ઉપયોગ ન કરવાની ઈચ્છા હશે ત્યારે જ નિમાર્તા કંપનીઓ વૈકલ્પીક પેકેજિંગ પર વિચારણા કરશે. લોકોને જાગૃત કરવા માટે મંત્રાલય વ્યાપક સ્તરે અભિયાન ચલાવશે.રાજ્ય સરકારોથી લઈને નગરપાલિકા સુધીના સ્તરે સ્થાનિક તંત્રની ભાગીદારી સુનિશ્ચિત કરવામાં આવશે અને આ માટે એનજીઓની પણ મદદ લેવાશે.સરકારની યોજના જન આંદોલન શરૂ કરવાની છે જેમાં લોકોને પ્લાસ્ટિકના ઉપયોગથી થનારા નુકસાન અંગે વાકેફ કરાશે.આ આંદોલનનો હેતુ ગાંધીજયંતી પહેલાં સિંગલ યુઝ પ્લાસ્ટિકનો ઉપયોગ ઘટાડવાનો છે.આ પગલું સફળ થયા બાદ સરકાર પ્લાસ્ટિકના ઉપયોગ પર સંપૂર્ણ રીતે પ્રતિબંધ લગાવવા વિચાર કરશે.તેને આશા છે કે ત્યાં સુધીમાં લોકો પ્લાસ્ટિકનો વિકલ્પ શોધી લેશે.મંત્રાલયનું કામ અમુક રાજ્ય સરકારોએ પહેલાંથી જ સરળ બનાવી દીધું છે.સિક્કિમ દેશનું પહેલું એવું રાજ્ય હતું.જેણે 1998માં પ્લાસ્ટિકના ઉપયોગ ઉપર પ્રતિબંધ લગાવી દીધો હતો.થોડા સમય બાદ ત્યાં પ્લાસ્ટિકની બોટલ પણ વેચવાનું બંધ કરાવાયું હતું.ત્રણ વર્ષ પહેલાં હિમાચલ પ્રદેશે પણ પ્લાસ્ટિકની થેલીઓના ઉપયોગ પર પ્રતિબંધ મુક્યો હતો.આ ઉપરાંત મહારાષ્ટ્રમાં પણ પાછલા વર્ષે પ્લાસ્ટિક ઉપર પ્રતિબંધ મુકવાની જાહેરાત કરાઈ હતી.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application