તાપીમિત્ર ન્યુઝ,નવસારીઃટ્રાયબલ સબ પ્લાન વાંસદા અને ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી નવસારી આયોજીત વારલી પેઇન્ટીંગ-હેન્ડીક્રાફટ પ્રદર્શન સહ વેચાણ ઉદ્ધાટન સમારોહ લક્ષ્મણ હોલ નવસારી ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ ડૉ.અમિતાબેન પટેલના અધ્યક્ષસ્થાને યોજાયો હતો.આ પ્રસંગે ડૉ.અમિતાબેન પટેલે જણાવ્યું હતું કે,વારલી પેઇન્ટીંગની કળા ખૂબ સરસ છે.કેટલીક સરકારી કચેરીઓમાં પણ વારલી પેઇન્ટીગ કરવામાં આવ્યું છે.ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજી સંસ્થા થકી વારલી સમાજના લોકોની સુષુપ્ત શકિત બહાર લાવવાની કામગીરી સરાહનીય છે.વારલી સમાજની લુપ્ત થતી સંસ્કૃતિને ઉજાગર કરવા રાજય સરકારનો ખૂબ જ મહત્વનો ફાળો છે.સરકારની વિવિધ યોજનાઓ થકી વારલી સમાજ આગળ આવે તેમ જણાવ્યું હતું.તા.૧૭ અને ૧૮ મી ઓગષ્ટ સુધી નવસારી લક્ષ્મણ હોલ ખાતે યોજાયેલ વારલી પેઇન્ટીંગ-હેન્ડીક્રાફટ પ્રદર્શન સહ વેચાણમાં નવસારીના કલાપ્રિય નગરજનોને મોટી સંખ્યામાં લાભ લેવા જણાવ્યું હતું.નવસારી ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીના ડાયરેકટર શ્રી આર.સી.ગોસ્વામીએ જણાવ્યું હતું કે,રાજય સરકારે લુપ્ત થતી વારલી સમાજની સંસ્કૃતિને જાગૃત કરવા અભિયાન ઉપાડયું હતું.ટ્રાયબલ સબ પ્લાન ઘ્વારા વારલી સમાજના યુવક-યુવતીઓને આદર્શ નિવાસી શાળા તથા એકલવ્ય સ્કુલમાં તાલીમ આપી રહયા છે.આજે વારલી પેઇન્ટીંગની ટ્રેનીંગ થકી પગભર બની કુંટુબને મદદરૂપ બની રહયાં છે.સંસ્થા ખાતે વારલી તાલીમ લીધેલા યુવક-યુવતીઓ વિવિધ જાતની વસ્તુઓ બનાવી પ્રદર્શન સહ વેચાણ કરી રોજગારી પ્રાપ્ત કરી રહયાં છે.આ કાર્યક્રમમાં ધરમપુર ખડકીના વારલી સમાજના શ્રી પાડુંરંગભાઇએ તેમના અભિપ્રાયમાં જણાવ્યું હતું કે, ઇન્સ્ટીટયુટ ઓફ ટેકનોલોજીમાં તેઓ ૮ થી ૯ વર્ષથી સંકળાયેલા છે.વારલી સંસ્કૃતિ ત્રણ હજાર વર્ષ પૂર્વેની છે તેમ જણાવી અગાઉના લોકો લગ્નપ્રસંગ કે વારે તહેવારે વારલી પેઇન્ટીંગ કરતા હતાં.જેમાં ધરોની બનાવટો,ધરોની ભીંત,ઝાડો,શિકાર કરવાની રીતો જેવા વિવિધ પેઇન્ટીંગો કરતાં હતા.હાલમાં સંસ્થામાં સંકળાયેલા યુવક-યુવતીઓ વારલી સમાજની વિવિધ બનાવટો બનાવી ગામેગામ ભરાતા હાટમેળામાં જઇ વેચાણ કરી રહયા છે.રાજય સરકાર ઘ્વારા વારલી સમાજને પ્રોત્સાહિત કરી આગળ લાવવા વિવિધ યોજનાઓનો લાભ આપી રહી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application