ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાષ્ટ્રના ૭૩ માં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે આજે નર્મદા જિલ્લાનાં ગરૂડેશ્વર તાલુકા મુખ્યમથકે રોશની હાઇસ્કૂલ સંકુલ ખાતે યોજાયેલા જિલ્લા કક્ષાના ધ્વજવંદન સમારોહમાં નર્મદા જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે રાષ્ટ્રધ્વજ લહેરાવીને ત્રિરંગાને સલામી આપી હતી.ત્યારબાદ શ્રી પટેલે પોલીસ અધિક્ષકશ્રી હિમકર સિંહ સાથે પોલીસની ખૂલ્લી જીપમાં દેશ ભકિતના ગીતો અને પોલીસ બેન્ડની મધુર સૂરાવલીની ધૂન વચ્ચે પોલીસ,હોમગાર્ડ્ઝ,NCC વગેરે જેવી જુદી જુદી ૭ પ્લાટુનોની પરેડનું પણ નિરીક્ષણ કર્યું હતું.ગરૂડેશ્વર ખાતે ખીચોખીચ વિશાળ જનમેદનીની ઉપસ્થિતિમાં શ્રી આઇ.કે.પટેલે નર્મદા જિલ્લાવાસીઓ સહિત ગુજરાતની ગૌરવવંતી પ્રજાને આજના આ સ્વાતંત્ર્ય પર્વના વધામણા સાથે હાર્દિક શુભકામના પાઠવી હતી અને ઉપસ્થિત મહાનુભાવોનું તેઓશ્રીએ અભિવાદન પણ ઝીલ્યું હતું.
જિલ્લા કલેક્ટરશ્રી આઇ.કે.પટેલે સ્ટેચ્યુ ઓફ યુનિટીને લીધે નર્મદા જિલ્લો હવે વિશ્વના પ્રવાસન નકશામાં અંકિત થઇ ચૂકયો છે અને અત્યાર સુધીમાં ૨૦ લાખ કરતાં પણ વધુ પ્રવાસીઓએ સ્ટેચ્યુ ઓફ યુનિટીની લીધેલી મુલાકાતનો ઉલ્લેખ કરતાં જણાવ્યું હતું કે,સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નર્મદા ડેમના મૂલાકાતીઓની સંખ્યામાં પણ ઉત્તરોતર જબરજસ્ત વધારો નોંધાઇ રહયો છે.નજીકનાં સમયમાં શરૂ થનાર જંગલ સફારી,કેકટરસ ગાર્ડન,એકતા નર્સરી,ન્યુટ્રીશન પાર્ક,મિરર મેજ,એકતા મોલ જેવાં નવા પ્રવાસી આકર્ષણો ઉમેરાવાથી પ્રવાસીઓની સંખ્યામાં મોટા પ્રમાણમાં વૃધ્ધિ થનાર છે.સ્વાતંત્ર્ય સંગ્રામમાં ખૂબ મોટું યોગદાન આપનાર આદિવાસી સમાજના ભવ્ય ઇતિહાસથી માહિતગાર કરવા માટે ગરૂડેશ્વર ખાતે રૂા.૩.૧૮ કરોડના ખર્ચે આકાર લઇ રહેલ નેશનલ ટ્રાયબલ મ્યુઝિયમને લીધે દેશને એક નવી સંસ્કૃતિની અનુભૂતિ થનાર છે.વિશ્વભરના પ્રવાસીઓથી આ વિસ્તાર ધમધમી ઉઠશે અને તેની સાથે જિલ્લા અન્ય પ્રવાસન કેન્દ્રો પણ સુવિકસીત થશે તેમ પણ તેઓશ્રીએ ઉમેર્યું હતુ.શ્રી પટેલે જિલ્લામાં શિક્ષણ, આરોગ્ય,મહેસૂલ,પંચાયત, માર્ગ-મકાન,સિંચાઇ,ગ્રામ વિકાસ,ખેલકૂદ,આદિજાતિ વિકાસ,કૃષિ-બાગાયત-પશુપાલન,ઔધોગિક વિકાસ, બાળ સુરક્ષા, પાણી પુરવઠા અને પોલીસ વિભાગની નોંધપાત્ર સેવાઓ અને વિવિધ યોજનાઓના અમલીકરણમાં નર્મદા જિલ્લાએ હાંસલ કરેલ વિશિષ્ટ સિધ્ધિઓની આંકડાકીય વિગતોથી જનસમુદાયને માહિતગાર કરતાં શ્રી પટેલે વધુમાં જિલ્લા પંચાયત ધ્વારા સધન મોનીટરીંગ માટે અમલમાં મૂકેલ ઇ-પેન અને ઇ-પોષણ જેવા પ્રોજેકટને કેન્દ્ર સરકાર ધ્વારા આ અંગે આગામી સમયમાં સી.એસ.આર. ફંડના માધ્યમથી વિવિધ વિભાગોમાં ખાસ પ્રોજેકટ અમલમાં મૂકાશે તેવો દ્રઢ નિર્ધાર વ્યકત કરતા શ્રી પટેલે નર્મદા જિલ્લામાં નૂતન અભિગમ ધ્વારા છેવાડાના માનવી સુધી અને નિવાસની નજીકમાં નજીકનાં સ્થળે સેવાઓ પૂરી પાડવા ઉપરાંત્ તાલુકાકક્ષાએ જ આયોજન-અમલીકરણ અને વહિવટી પ્રક્રિયાને વિશેષ ગતિશીલ અને અસરકારક પરિણામલક્ષી,સરળ પારદર્શક અને પ્રજાભિમૂખ બનાવવામાં આવેલ હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.આ પ્રસંગે જિલ્લા કલેકટરશ્રી આઇ.કે.પટેલનાં હસ્તે ગરૂડેશ્વર તાલુકાના વિકાસ માટે રૂા.૨૫/- લાખનો ચેક DDO શ્રી ડૉ.જિન્સી વીલીયમને એનાયત કર્યો હતો,તદઉપરાંત ધો-૧૦ અને ધો-૧૨ માં બોર્ડની જાહેર પરીક્ષાઓમાં ૮૦ ટકાથી વધુ ગુણ મેળવનાર સરકારી અધિકારી-કર્મચારીશ્રીઓના બાળકોને રોકડ પુરસ્કાર અને પ્રશસ્તિપત્ર તેમજ ધો-૫ માંથી ધો-૬ માં ૧૦૦ ટકા પ્રવેશ મેળવનાર પ્રથમ ત્રણ શાળાઓને, ધો-૮ માંથી ધો-૯માં અને ધો-૧૦ થી ધો-૧૧ માં ૧૦૦ ટકા કન્યાઓએ પ્રવેશ મેળવેલ પ્રથમ શાળાઓને બેટી બચાવો બેટી પઢાઓ યોજના અંતર્ગત તમામને રૂા.૫ હજાર લેખે પ્રોત્સાહનરૂપે પુરસ્કાર એનાયત કરાયાં હતાં.આ પ્રસંગે જિલ્લાની વિવિધ શાળાઓનાં વિધાર્થીઓ તરફથી રજૂ થયેલાં સાંસ્કૃતિક કાર્યક્રમોમાં દેશભકિતના ગીતોની સાથે ૧૦ જેટલી વિવિધ કૃતિઓ રજૂ થવાં ઉપરાંત જૂડો-કરાટેનાં હેરતભર્યા કરતબોના નિદર્શનોને ઉપસ્થિત જનમેદનીએ મનભરીને માણવાની સાથે આ તમામ સાંસ્કૃતિક કૃતિઓને ભારે હર્ષોલ્લાસ સાથે વધાવીને ભાગ લેનાર વિર્ધાર્થીઓ-બાળકોને પ્રોત્સાહિત કર્યા હતાં તેમજ ઉપસ્થિત મહાનુભાવો દ્વારા કેટલીક સાંસ્કૃતિક કૃતિઓ માટે રોકડ ઇનામો અપાયા હતા.આજે રજૂ થયેલાં સાંસ્કૃતિક કાર્યક્રમમાં કેવડીયા કોલોનીની વીર સુખદેવ પ્રાથમિક શાળાની ગુજરાતીનો ક્રેઝ કૃતિને પ્રથમ, ગરૂડેશ્વર માધ્યમિક શાળાની આસામની બિહુ નૃત્ય (ફાગણ મેળો) ને દ્વિતીય અને ગરૂડેશ્વરની રોશની પ્રાથમિક શાળાને વંદે માંતરમ તુમ્હારે હવાલેની કૃતિઓને બિરદાવી પ્રશસ્તિપત્ર અને ટ્રોફી એનાયત કરાયા હતાં.તદઉપરાંત ભાગ લેનાર તમામ કૃતિઓને પણ પ્રોત્સાહક ઇનામો મહાનુભાવોના હસ્તે અપાયાં હતાં.તદઉપરાંત્ મહાનુભાવો તરફથી પણ સાંસ્કૃતિક કૃતિઓને ઇનામોથી નવાજાયા હતા.
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500