ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:રાજપીપળાના વિશાવગા જેવા હિન્દુ વિસ્તારમાં મુસ્લિમોં મકાનો લેતા હોવાની વાતને લઈને હિંદુઓની ધાર્મિક અને માનસિક લાગણી દુભાતી હોવાની રજુઆત વિશાવગા વિસ્તારમાં રહેતા લોકોએ કરી હોય સાથે આ વિસ્તારમાં અશાંત ધારો લગાવવા જિલ્લા કલેક્ટર નર્મદાને લેખિત રજુઆત કરી આવેદન આપ્યુ છે.
નર્મદા જિલ્લાના મુખ્ય મથક રાજપીપળા આમતો શાંતિ પ્રિય અને કોમી એખલાસ ભર્યા વાતાવરણમાં હિન્દૂ મુસ્લિમ તહેવારો ઉજવાય છે,અને વિશાવાગા,માલીવાડ,દક્ષિણ ફળિયું,રબારીવાડ વણકર વાસ,આશાપુરી માતા સહીતના વિસ્તાર હિન્દૂ મુસ્લિમ સમાજના લોકો અડોસ પડોસ માં રહેતા આવ્યા છે.ત્યારે હિન્દુઓના વિસ્તારમાં બંધ મકાનો ખરીદી કરતા હોય છે.જે લઇ શકે નહિ એ માટે જિલ્લા કલેક્ટરને લેખિત રજુઆત કરી છે. આ બાબતે સ્થાનિક રહીશ રાજેન્દ્ર મઢીવાળા એ જણાવ્યું હતું કે,વિશાવગા વિસ્તારમાં હિંદુ વૈષ્ણવ અને બ્રાહ્મણ વધુ રહે છે જે શુદ્ધ શાકાહારી છે. અમારા વિસ્તારમાં કેટલાક મકાનો બંધ હાલતમાં છે જેને અવાર નવાર મુસ્લિમ લોકો જોવા આવે છે.અમે શુદ્ધ સાત્વિક શાકાહારી જીવન જીવતા હોય અમારા વિસ્તારમાં જો કોઈ અન્ય સમાજના લોકો બિન શાકાહારી હોય તો અમારી ધાર્મિક અને માનસિક લાગણી દુભાય એમ છે તો અમે કલેક્ટર નર્મદાને રજુઆત કરી છે કે અમારા વિસ્તાર પૂરતો અશાંત ધારો લાગુ કરે,ભારતની લોકશાહી જીવન માં તમામ નાગરિકને પોતાની રીતે શાંતિથી રહેવાનો સંપૂર્ણ અધિકાર છે.પરંતુ જો કોઈ અન્ય વ્યક્તિઓ દ્વારા અશાંતિ ઉભી થતી હોય કે ધાર્મિક લાગણી દુભાતી હોય તો આ અશાંત ધારાની જોગવાઈ છે એટલે અમે આ રજુઆત કરી છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application