ભરત શાહ દ્વારા તાપીમિત્ર ન્યુઝ,રાજપીપળા:તિલકવાડામાં છેલ્લા અઠવાડિયા થી વરસાદે જોર પકડ્યું હતું સૌથી વધુ વરસાદ તિલકવાડા તાલુકામાં પડ્યો જેમાં બે દિવસ પહેલા જ 6 ઈંચ વરસાદ ખાબકતા પીછીપુરા ગામે ત્રણ તળાવો ભરાયા અને છલકાય જેમાં ત્રણેય તળાવો ફાટ્યા,તળાવોના પાણી આજુબાજુના ઘરોમાં ઘૂસી ગયા જેમાં 15 થી વધુ પરિવારોના ઘરોમાં પાણી ભરાતા ઘર વખરી અનાજ સહિતની વસ્તુ બગડી ગઈ,1 બળદ સહીત 7 બકરા તણાયા એ હજુ લાપતા છે.જેમાં એક બળદનું મોત થયું હતું.આ ઘટનાની જાણ થતા જ તિલકવાડા ટીડીઓ અને મામલતદાર ઓફિસના તલાટી દોડી આવ્યા બાદ તાત્કાલિક અસરગ્રસ્ત 81 લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું જેમને ગામના સુરક્ષિત જગ્યાએ ખસેડી તેમના ભોજન ચા-નાસ્તા સહિતની વ્યવસ્થા ગરુડેશ્વર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર દ્વારા કરવામાં આવી રહી છે.સ્થાનિક ભાજપ કોંગ્રેસના આગેવાનો પણ ઘટના સ્થળે દોડી ગયા હતા.ગામનાજ તળાવો આજે ગામલોકો માટે આફત બની ગયા છે.ત્યારે ભારે વરસાદને કારણે લોકોમાં ભય ફેલાયો છે. વહીવટી તંત્ર દ્વારા નુકસાનીનો અહેવાલ કરી હાલ અસરગ્રસ્ત ગ્રામજનોને તાત્કાલિક કેશડોલ આપવાની કામગીરી શરૂ કરવામાં આવી,આ સાથે અન્ય સહાય પણ ગામોમાં પહોંચાડવામાં આવશે,જયારે એક બળદનું મોત થયું છે અને અન્ય એક બળદ સાથે 7 જેટલા બકરાઓ પણ તણાઈ ગયા છે જેમનો કોઈ પત્તો જડ્યો નથી,જોકે પશુઓની પણ સહાય મળે એવી માંગ સ્થાનિકો કરી રહ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ FACEBOOK - TAPIMITRA
સબસ્ક્રાઈબ કરો યૂ ટ્યૂબ ચેનલ YOUTUBE - TAPIMITRA
મહત્વના સમાચારો આપના મોબાઇલના વોટ્સ એપમાં મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સ એપ ગ્રૂપમાં. 78200 92500
View News On Application